________________
પર
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
પણ એ તારક અને એ તારકેને અનુસરનારાઓ સિવાય તે કઈ જ આત્મા, આ સંસારમાં વાસ્તવિક રીતિએ સ્તુતિ કરવાને લાયક નથી.” જેઓને આવી સમજ પ્રાપ્ત થઈ હોય, તેઓના અન્તરમાં એવું પણ પ્રગટે જ છે કે-“ભગવાન શ્રી જિનેશ્વરદેવની શુદ્ધ ભાવપૂર્વકની સ્તવનાથી, કાંઈ પણ સારૂં અલભ્ય નથી અને શ્રી જિનસ્તવનાથી જે કાંઈ પણ સારું અલભ્ય હેય, તે તે બીજા કેઈની પણ સ્તવનાથી લભ્ય બની શકે જ નહિ.” જેઓમાં આવી સમજ અને આવી શ્રદ્ધા પ્રગટી હોય, તેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવની
જ્યારે જ્યારે સ્તુતિ કરે, ત્યારે ત્યારે તે સ્તુતિ કેવા ઉલ્લાસથી કરે? એ વખતે એ સ્તુતિ કરનાર પુણ્યાત્મા મનવચન-કાયાની કેવીક એકતાનતા અનુભવે ? ખરેખર, ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સાચી ઓળખ થયા પછી, આત્મા એ તારકેની જેટલી જેટલી સ્તુતિ કરે છે, તે તેને ઓછી ને ઓછી જ, અધુરી ને અધુરી જ લાગ્યા કરે છે. કારણ શું? કારણ એ જ કે ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓ એવી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હોય છે.
૩. પ્રયત્નપૂર્વકની શ્રી જિનસ્તુતિપ્રયત્નપૂર્વક ભગવાનની સ્તવના : - આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાને રચવાની શરૂઆત કરતાં, ટીકાકાર પરમર્ષિ આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, મંગલાચરણુતા પહેલા કમાં,