________________
૧૩૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ચંચળ એટલે ચંચળ જ; એ કઈ જ કાળે, અચલ નહિ જ થવાની ! જડ જડ જ રહે અને ચેતન ચેતન જ રહે. આપણે ચેતન છીએ. જડના વેગે જ આપણે જડ ધર્મોને અનુભવ કરી રહ્યા છીએ. જડ એવાં કર્મોને વેગ ટળે, એટલે કેવળ ચેતનધર્મને જ શાશ્વત કાલને માટે અનુભવ થાય. બધાં ધર્મનુષ્ઠાને ચેતનધર્મને પ્રગટાવવાને માટે છે. જડ કર્મોએ આવરેલા ચેતનના સ્વભાવને પ્રગટાવવાને માટે જ સઘળી ધર્મકરણીઓ છે. જડના ધર્મોમાં મહાલવાને માટે, ધર્મકરણીઓને ઉપદેશ છે જ નહિ. ચેતનના સ્વભાવને પ્રગટાવવાના હેતુથી જ ધર્મકરણીઓને વિધિ મુજબ કરનારા, ચેતનના સ્વભાવને અવશ્ય પ્રગટાવી શકે છે. ધર્મ જ એક રહેતી ચીજ છે. એ સિવાયની બધી ચીજો વહેતી છે. આત્માએ આમથી તેમ ભિન્ન ભિન્ન ગતિઓમાં અથડાવા-કૂટાવાથી બચીને જે નિશ્ચલ સ્થાનને પ્રાપ્ત કરવું હોય, તે એક નિશ્ચલ ધર્મના આરાધનમાં જ જીવનને ન્યોછાવર કરી દેવું જોઈએ.
લક્ષ્મી ધર્મને વશ છે-લક્ષ્મીને વશ ધર્મ નથીઃ * પ્રયત્નશીલ તે આમ બનવા જેવું છે, પરંતુ આ પ્રયત્ન કરે, એ કાંઈ ડું જ સહેલું છે ? હા, ચેતનના સ્વભાવને પ્રગટાવવાની તાલાવેલી લાગે અને ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સાચી ઓળખ થાય, તે આ પ્રયત્ન કરે એ જરૂર સહેલું છે. તમને લાગે છે ને કે તમે જે પ્રયત્ન કરે છે, તે ઉધે પ્રયત્ન છે અને કરવા લાયક પ્રયત્ન છે, ટીકાકાર પરમર્ષિએ જે કર્યો છે, તે જ છે? '