________________
૫૪.
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન રહે અને બાકીનું સઘળું ય જ્ઞાન જડ કર્મના વેગથી આવરાઈ જાય એ શક્ય છે. આથી એ પણ સિદ્ધ થાય છે કે-જેટલે જ્ઞાનાભાવ એટલું જડપણું અને એટલે જ્ઞાનગુણને વિકાસ એટલું ચૈતન્ય પ્રકાશમાન! તમારામાં જડતા કેટલી છે અને ચેતન્યને વિકાસ કેટલો છે ?, એ તમે જ શેાધી કાઢે. જs. બનવું ગમે છે કે ચેતનને વિકાસ ગમે છે? જ્ઞાનગુણને આવરનારા કર્મને ટાળીને જ્ઞાનગુણને પ્રગટ કરવાને તમારો અભિલાષ અને પ્રયત્ન કેટલા પ્રમાણમાં છે? * જ્ઞાનગુણ ઉપર મેહનીય કર્મ કેવા પ્રકારની અસર કરે છે?
બીજી વાત એ છે કે–આત્માના જ્ઞાનગુણ ઉપર માત્ર જ્ઞાનાવરણીય કર્મની જ અસર હોય છે, એવું પણ નથી. તેના ઉપર મેહનીય કર્મની અસર પણ હોય છે. જ્ઞાનાવરણય કમને ક્ષયોપશમ થવાથી, એટલે પશમ હોય તેટલા પ્રમાણમાં જ્ઞાન પ્રગટે, પરંતુ એ જ્ઞાન સમ્યજ્ઞાન છે કે મિથ્યાજ્ઞાન છે, એને નિર્ણય કરવાને માટે મેહનીય કર્મના ક્ષપશમાદિને વિચાર કરે પડે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ સધાવા છતાં પણ, જે મિથ્યાત્વમેહનીય કર્મને ઉદય વર્તતે હોય, તે જ્ઞાનાવરણીય કર્મના ઉપશમના યોગે પ્રગટેલું જ્ઞાન, એ સમ્યજ્ઞાન નથી પણ મિથ્યાજ્ઞાન છે. મિથ્યાત્વસહચારી જ્ઞાન, જ્ઞાન હોવા છતાં પણ, જીવને ઉંધા પાટા બંધાવે છે અને એથી એવા જ્ઞાનને ઉપકારી મહાપુરૂષોએ અજ્ઞાન અગર તે મિથ્યાજ્ઞાન તરીકે ઓળખાવેલ છે. આ પ્રશ્ન આત્માને જ્ઞાનગુણ ખોટું જ્ઞાન કરાવનારે