________________
૧૫૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આવરાએલું છે. જ્ઞાન જેનાથી આવરાએલું છે, તેને જ્ઞાનાવરણીય કર્મ કર્યું. જેમ જેમ આવરણ દૂર થતું જાય તેમ તેમ જ્ઞાન વિશેષ વિશેષ પ્રગટતું જાય. એ આવરણ જ્યારે સદંતર દૂર થઈ જાય, એટલે ત્રણ લોકારભાસક જ્ઞાન એટલે કેવલજ્ઞાન પ્રગટ થાય. જ્ઞાનની તરતમતા હોય છે અને પ્રયત્ન વિશેષથી તરતમતા થયા જ કરે છે, એટલે એક એકથી એક એકની વિશેષજ્ઞતાને કબૂલ રાખવા છતાં પણ, સર્વજ્ઞપણને કબૂલ ન રાખવું, એ તે દુરાગ્રહ માત્ર છે. જ્ઞાનની નિત્યતા માનવી, સેક્ષ માન, એક એકથી એક એકની વિશેષજ્ઞતા થતી માનવી અને સર્વગ્રપણાને નહિ માનવું, એ ક્યારે ન્યાય જેમ જેમ અંતરાય કરનારી વસ્તુ ખસતી જાય, તેમ તેમ જ્ઞાન વધતું જાય; તે જ્યારે એ વસ્તુ સંપૂર્ણપણે ખસી જાય ત્યારે સંપૂર્ણ જ્ઞાન પ્રગટે, એમાં નવાઈ પણ શી છે? બુદ્ધધર્મનાં શાસ્ત્રનાં કથનથી પણ . . -બુદ્ધ અસર હેવાનું પૂરવાર થાય છે? ક ટીકાકાર મહાત્માએ શ્રી જિનરાજની સ્તવના કરતાં, એ તારકેને “સર્વસ' તરીકે ઓળખાવ્યા, તેમાં જે કોઈ એ તર્ક કરે કે શ્રી જિન તે સર્વજ્ઞ જ હોય છે, તે પછી સર્વજ્ઞ કહેવાની જરૂર શી હતી?તે એને પણ જવાબ છે. જિન શબ્દ અનેક અર્થોને બોધક છે. જિન કામદેવને પણ કહેવામાં આવે છે, બુદ્ધને પણ કહેવામાં આવે છે અને એ બધા કહેવાતા જિને અસર્વજ્ઞ છે, માટે તેના સ્પષ્ટીકરણાર્થે અત્ર “સર્વજ્ઞ વિશેષણની આવશ્યકતા છે.