________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૧૫૯ ગૌતમ બુદ્ધ અહિંસાદિની વાત કરી છે અને બૌદ્ધધર્મના અનુયાયીઓ કદાચ પોતાના ઈષ્ટદેવને સર્વજ્ઞ તરીકે ઓળખ ખાવવાને ય પ્રયત્ન કરે, કેમ કે-જે તેઓ સીધું જ કબૂલ કરે કે–પિતાના દેવ સર્વજ્ઞ નહોતા; તો તેમના દેવનું જ્ઞાન અપૂર્ણ કરે અને જેનું જ્ઞાન અપૂર્ણ હોય, તેનું શાસન પણ અપૂર્ણ કરે ! - પ્રશ્ન. જેને સંપૂર્ણ જ્ઞાન ન હોય, એવામાં સ્વતંત્રપણે પ્રરૂપેલા ધર્મને મનાય શી રીતિએ? .
જેને સર્વ દ્રવ્યોનું અને તેના સર્વ પર્યાનું પરિપૂર્ણ જ્ઞાન નથી, એવા સ્વતન્નપણે પ્રરૂપેલા ધર્મને વાસ્તવિક રીતિએ તે મનાય જ નહિ, પરંતુ આ સંસારમાં એવા ધર્મપ્રરૂપકો પણ ઘણું થયા છે અને એવાઓએ પ્રરૂપેલા ધર્મને માનનારાઓ પણ મોટી સંખ્યામાં હોય છે. જગતના જીવને જે માત્ર સર્વ કહેલા ધર્મને જ માનવાનો આગ્રહ હોત અને સર્વજ્ઞ સિવાયના કોઈએ પણ સ્વતન્ત્રપણે કહેલા ધર્મને નહિ જ માનવાનો દઢ નિશ્ચય હોત, તે જગતમાં ધર્મના નામે જે સંખ્યાબંધ અધર્મો-મિથ્યા ધર્મો પ્રવત્ય છે, પ્રવર્તે છે અને પ્રવર્તશે, એ અશક્ય જ બનત. એમ થાય તે, કુધર્મ અને સુધર્મના વાદને અવકાશ જ મળે નહિ. સર્વજ્ઞોનું શાસન તે એકસરખું જ હોય. : - * બુદ્ધધર્મના અનુયાયીઓએ તે સર્વજ્ઞપણાની અને સર્વજ્ઞની ઠેકડી કરી છે. બુદ્ધધર્મના અનુયાયીઓ તે ત્યાં સુધી લખે છે કે-“અમારે વળી કીડાની સંખ્યાને ગણવાની જરૂર શી છે? જેને જ્ઞાન ન હોય અને જ્ઞાનીએ કહેલા માર્ગને