________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ
૧૫૫ નથી, તે પછી જ્ઞાનને અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન કેમ કહેવાય?
આ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલી જ્ઞાનપ્રભાથી જગતનાં દ્રવ્યના તથા તેના પર્યાયેના સ્વરૂપને જોવામાં મિથ્યાત્વમેહનીય કર્મને ઉદય એવો એક પડદે ઉભું કરી દે છે કે-જ્ઞાનબળે દેખાય ખરું, પણ જે દેખાય તે પેલા પડદામાંથી દેખાય, એટલે સ્વરૂપ હેય જુદું અને ભાસે જુદું જેમ આંખ સારામાં સારી હોય, પણ ગૂગલ પહેર્યા હોય તે સફેદ રંગના પદાર્થો પણ પીળા, ભૂરા, લીલા, કાળા વિગેરે રંગના હોય તેવા દેખાય છે. એમાં દોષ આંખને નથી, પણ ગેગલના રંગીન કાચના પ્રભાવે જ મિથ્યા ભાસ થાય છે. સારામાં સારી આંખવાળાને પણ જે કમળાને રેગ થાય છે, તે તે બધે પીળું–પીળું જ દેખે છે. એવી જ રીતિએ જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થયો હોય, પણ મિથ્યાત્વમેહનીય કર્મને ઉદય જેટલા પ્રમાણમાં જોરદાર હોય, તેટલા પ્રમાણમાં તે જીવતે વિપરીત ભાસ થાય. એવા વિપરીત પ્રકારના ભાસને અજ્ઞાન અથવા તો મિથ્યાજ્ઞાન કહેવાય છે.
પ્રશ્નઆંખ વડે જોવામાં ચશ્માં ઉપકારક પણ નિવડે છે ને?
ચમા કાંઈ આંખમાં નવી તાકાતને પેદા કરતા નથી. ચમા વગર જે વસ્તુ નાની દેખાતી હોય અગર દૂર લાગતી હોય, તે વસ્તુ ચશ્માની સહાયથી મોટી દેખાય છે અગર નજદિક જેવી લાગે છે. એવી જ રીતિએ, મિથ્યાત્વમેહનીયના ઉદયથી જેમ વિપરીત ભાસ થાય છે, તેમ તેના ઉપશમાં