________________
મહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
ફરમાવે છે કે–અનાદિકાલથી આત્માના ગુણો આવરાએલા હોય છે. જડ કર્મોના ચોગે જ આત્માના ગુણ આવરાય છે. જે કોઈ આત્મા આ સ્થિતિને સમજે, પોતાના આત્માના ગુણોને આવરનારાં કર્મોથી સર્વથા મુક્ત બનવાની ઈચ્છાવાળ બને, આત્માને કર્મોના એગથી મુક્ત બનાવવાના સાચા ઉપાયને જાણે અને એ ઉપાયને આચરવાનો પ્રયત્નશીલ બનીને પોતાના આત્માને જડ કર્મોના ચોગથી સર્વથા મુક્ત બનાવી દે, તે આત્મા પોતાના સઘળા જ ગુણોને તેના પરિપૂર્ણ થથાર્થ
સ્વરૂપમાં પ્રગટાવે છે. આત્માના ગુણોને આવરનાર જડ કર્મોના મુખ્ય ભેદે આઠ છે. આત્માના ગુણોને આવરનારાં કર્મોના આઠ મુખ્ય પ્રકારમાં, “જ્ઞાનાવરણીય કર્મ એવો એક પ્રકાર છે. એજ્ઞાનાવરણીય કર્મનો વેગ આત્માના જ્ઞાનગુણને આવરે છે.
જ્ઞાનગુણ સર્વથા આવરાય નહિ?
આત્માના જ્ઞાનગુણની બાબતમાં, એ વાત પણ લક્ષ્યમાં શખવા જેવી છે કે-કઈ પણ કાળે અને કેઈ પણ સમયે, આત્માનો જ્ઞાનગુણ પરિપૂર્ણપણે આવરતો જ નથી. છેવટમાં છેવટ જ્ઞાનગુણને અનન્ત અંશ તે સર્વ કાલે અનાવરિત જ રહે છે. જે જ્ઞાનગુણ સર્વથા આવરાઈ જાય, તે ચેતનપણું રહે નહિ અને માત્ર જડપણું જ આવી જાય. ચેતને કદી પણ જડ અને નહિ અને જડ કદી પણ ચેતન બને નહિ; પરતુ જડના આવરણથી ચેતનની લગભગ જડ જેવી અવસ્થા થઈ જાય, એ સંભવિત છે. લગભગ જડ જેવી અવસ્થા એટલા માટે ચેતનના જ્ઞાનગુણને એક અને તમે અંશ માત્ર અનાવરિત