________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ
૧૫૧ સર્વને નિષેધ કરી શકે નહિ અને જે તેને સર્વ ક્ષેત્રોનું જ્ઞાન હોય, તે સર્વ ક્ષેત્રોનું જ્ઞાન સંભવી શકે છે, એ વાતને પૂરાવે તું પિતે જ છો.”
કાલાશ્રિત ખૂલાસો:
આમ ક્ષેત્રને લગતી વાતને સાબીત કરીને, કાલને લગતી વાત લેવી અને કહેવું કે “બોલ ભાઈ! તું આ કાલને ઉદ્દેશીને સર્વજ્ઞને અભાવ કહે છે કે સર્વ કાલને ઉદ્દેશીને તું સર્વાને અભાવ કહે છે ? જે તું વર્તમાનકાલને ઉદ્દેશીને જ સર્વજ્ઞાપણાના સર્વથા અભાવને કહે છે, તે તારે એમ માનવું પડશે કે-જે દ્રવ્યને જે પર્યાય વર્તમાનકાલમાં ન હોય, તે દ્રવ્યને તે પર્યાય ભૂતકાલમાં પણ ન હોય અને ભવિષ્યકાલમાં પણ ન હોય. તારાથી પણ એવું મનાય તેમ નથી, કારણ કે-તૂ જભ્યો ત્યારથી તે અત્યાર સુધીમાં તે પોતે પણ ઓછાં અવસ્થાન્તરે ભગવ્યાં નથી. જગતમાં દ્રવ્યના પર્યાયેની ફેરફારી થયા જ કરે છે, એવું તે તું પણ માને છે અને સૌ કોઈ એને અનુભવ કરે છે. હવે જો તું માત્ર વર્તમાનકાલને ઉદ્દેશીને જ નહિ, પણ સર્વ કાલને ઉદ્દેશીને સર્વસના સર્વથા અભાવને કહેતે હો, તે તારા જ કથનથી એ વાત સાબીત થાય છે કે-સર્વ દ્રવ્યના સર્વકાલીન સર્વ પર્યાનું જ્ઞાન સંભવિત છે. જે તેને સર્વ દ્રવ્યના સર્વકાલીન સર્વ પર્યાનું જ્ઞાન ન હોય, તે તું જે સર્વકાલમાં સર્વને અભાવ કહે છે તે ખોટું કરે છે અને જે તેને સર્વ દ્રવ્યના સર્વકાલીન સર્વ પર્યાનું જ્ઞાન