________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ
૧૩૯ તમે જો એમ કહે કે “સાધુઓની અપેક્ષાએ લક્ષમી હોય તે જ ધર્મ થઈ શકે એમ નહિ, પણ ગૃહસ્થાની અપેક્ષાએ તે “લક્ષ્મી હોય તો જ ધર્મ થઈ શકે એમ ખરું ને ?” તે ગૃહની અપેક્ષાએ પણ “લક્ષમી હોય તે જ ધર્મ થઈ શકે”—એવું કહી શકાય તેમ નથી, કારણ કે-તદ્દન દરિદ્રમાં દરિદ્ર એ પણ ગૃહસ્થ, જે ધારે તે ધર્મની આરાધના કરી શકે છે. ધર્મને સેવવાની જે ભાવના હોય, તો ગરીબમાં ગરીબ માણસ પણ દાન, શીલ, તપ અને ભાવ-એ ચારે ય પ્રકારના ધર્મોને સેવી શકે છે. શંકા થતી હશે કે-લક્ષમી વિના શીલ, તપ અને ભાવ-એ ત્રણ પ્રકારના ધર્મોને તો સેવી શકાય, પણ દાનધર્મને શી રીતિએ સેવી શકાય? પરંતુ અભયદાન દેવામાં લમી જોઈએ જ એ નિયમ નથી. કારણ કે-હિંસકવૃત્તિને આધીન નહિ થતાં, અહિંસકવૃત્તિને પ્રધાન બનાવીને, ઉપગપૂર્વક વર્તનારે જીવ અભયદાનને દાતા બની શકે છે. લક્ષ્મીથી નહિ પણ લક્ષ્મીના ત્યાગથી દાન થાય
- ત્યારે વાત માત્ર કેટલી રહે છે? અન્યને કોઈ વસ્તુ વિશેષનું દાન કરવું હોય, તો લમી જોઈએ; પણ તેમાં યવસ્તુતઃ લક્ષમી એ કારણ નથી, પણ ત્યાગભાવ એ કારણ છે. લક્ષ્મી દાનનું કારણ છે–એમ તે ત્યારે કહેવાય, કે જ્યારે લક્ષ્મી દાનની પ્રેરક બનતી હેય. હૃદયમાં ધર્મ વચ્ચે હય, તે જ લક્ષમીને ત્યાગ થાય છે, દાન દેવાય છે. દાન લહમીનું હેઈ શકે, લીમીના વ્યયથી મળતી ચીજોનું હેઈ શકે, પણ