________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
એવું સાબીત કરી શકતું જ નથી કે કઈ પણ કાળમાં, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ વ્યક્તિ સર્વજ્ઞ હેઈ શકે જ નહિ!” વ્યાખ્યાન-શ્રવણથી શ્રુતજ્ઞાનને વિકાસ
અહીં એક બીજી સાદી યુક્તિ પણ કામ લાગે છે. સર્વિક્સના શાસનમાં સુયુક્તિઓ જ હોય અને તે એવી હોય ક-એની પાસે કુયુક્તિઓ ટકી શકે જ નહિ. આપણાં આગમ શાસ્ત્રો અને એ આગમશાસ્ત્રને અનુસરીને મહાપુરૂષોએ ધેિલા વિવિધ શાસ્ત્રગ્રન્થનો જે સારી રીતિએ અભ્યાસ કર શામાં આવે, તે ગમે તે બુદ્ધિશાલી અને વાચતુર વાદી પણ માપણને સર્વજ્ઞશાસનની સાચી માન્યતાથી ચલિત કરી શકે તેમ છે જ નહિ. આપણા અભ્યાસની ખામી હોય અને એથી આપણે નિરૂત્તર થઈ જવું પડે એ વાત જુદી છે, પણ આપણે જે બરાબર અભ્યાસ કર્યો હોય, તો એ શાસ્ત્રાભ્યાસના કારણે આપણે વાદીની સર્વ કુયુક્તિઓને નિષ્ફલ બનાવીને, તેને નિરૂત્તર જરૂર કરી શકીએ, એવા શાઅભ્યાસની વાત તે દર રહી, પરંતુ નિરન્તર, વિધિપૂર્વક ધર્મગુરૂઓનાં વ્યાખ્યાનોને સાંભળવામાં આવે અને તેમાં આવેલી બાબતેને વિષે ચિન્તન, મનન, પરિશીલન આદિ જે બરાબર કરવામાં આવે, તે પાણ એથી શ્રોતામાં ઘણું સામર્થ્ય પ્રગટે છે અને એવા શ્રોતાને ભલભલા તાર્કિક વાદિઓ પણ મુંઝવી શકતા નથી. સગ્ય રીતિએ વ્યાખ્યાનશ્રવણ કરવાથી અને વ્યાખ્યાત વસ્તુઓ વિષે વિચારણાદિ કરવાથી પણ, જ્ઞાનાવરણીય કર્મનો સુન્દર ક્ષપશમ સધાય છે અને એથી મતિજ્ઞાનને તથા