________________
૧૪૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
જ્ઞાન કોઈમાં પણ હોઈ શકે જ નહિ!” આવું કહેનારાઓ, આ કાળમાં જ પાક્યા છે અને ભૂતકાળમાં આવું કહેનારાએ નહાતા જ, એમ પણ નથી. ભૂતકાળમાં પણ એ વાદ કરનારા હતા જ અને એથી જ્યાં જ્યાં તક આવી, ત્યાં ત્યાં શ્રી જિનશાસનના મહાપુરૂષોએ “સર્વાપણું, એ અસંભવિત નથી, પણ સુસંભવિત છે અને એથી સર્વજ્ઞ થયા છે, થાય છે અને થવાના છે–એ વાતને વિવિધ યુક્તિઓ અને અનુભવથી સિદ્ધ કરી બતાવી છે. આ શ્રી ભરતક્ષેત્રમાં ભૂતકાળમાં સર્વજ્ઞ ભગવન્ત થયા છે અને ભવિષ્યકાળમાં થવાના પણ છે માત્ર વર્તમાન કાળે આ ક્ષેત્રમાં સર્વજ્ઞો થતા નથી; પરન્તુ મહાવિદેહ ક્ષેત્રમાં તે આકાળમાં પણ સર્વ થાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં તે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં શ્રી સર્વજ્ઞ ભગવન્ત થયા છે, થાય છે અને થવાના પણ છે. - સર્વજ્ઞ બન્યા વિના સર્વજ્ઞને જાણીશ કેમ? '
હવે આ ક્ષેત્રમાં આ કાળમાં કેઈ સર્વજ્ઞ હોય તે બતાવે–એવું જે કઈ કહે, તે આપણે તેને શું બતાવીએ? જેને આ ક્ષેત્રમાં આ કાળે અભાવ છે, તેને બતાવી શકાય એ શક્ય જ નથી; પરન્ત કલ્પના ખાતર માની લે કે–અહીં કેઈ સર્વજ્ઞ છે, તે પણ એ સર્વને નિશ્ચયપૂર્વક સર્વજ્ઞ તરીકે સર્વજ્ઞ સિવાય કેણ જાણી શકે? સર્વજ્ઞપણને સર્વ ક્ષેત્રને વિષે, સર્વ કાલને વિષે અને સર્વ આત્માઓને વિષે અભાવજ માનનારને, આપણે પૂછી શકીએ છીએ કે “ધારે કે અમે તને અમુક માણસ સર્વજ્ઞ છે એમ કહી દીધું, તે પછી તે