________________
પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ શાન અને જ્ઞાની-ઉભયની સ્તવના કરી, કેમ કે-જ્ઞાનથી પરમ મંગલ કોઈ નથી. કેવલજ્ઞાની જ સર્વજ્ઞ હોઈ શકે કેવલજ્ઞાની ભગવંત જગતના ચરાચર, રૂપી અને અરૂપી દ્રવ્યોને અને પર્યાને જાણનારા છે. કેવલજ્ઞાની લેકને જ જાણે છે એમ નહિ, પણ તેઓ અનંતા અલકને પણ જાણનારા છે અને તેના અગુરૂ-લઘુ પર્યાને પણ જાણનાર છે. સર્વ કાલના એટલે અનન્તાનઃ ભૂતકાલના, વર્તમાન કાલના તેમ જ અનન્તાનન્ત ભવિષ્યકાલના પણ સર્વ દ્રવ્યના સર્વ પર્યાને કેવલજ્ઞાની ભગવતે જાણનાર હેય છે, એ કેવલજ્ઞાનનું અદ્ભુત સામર્થ્ય છે. એમ પણ કહી શકાય કે-એક પણ હવશ્વના સર્વ કાલના, સર્વ ક્ષેત્રના, સર્વ પ્રકારના, સર્વ પર્યાએને જે જાણે તે કેવલજ્ઞાની ભગવન્ત; કેમ કે-સર્વ દ્રવ્યના સર્વ કાલના, સર્વ ક્ષેત્રના, સર્વ પ્રકારના, સર્વ પર્યાયોને જાયા વિના, એક દ્રવ્યના પણ સર્વ કાલના, સર્વ ક્ષેત્રના, સર્વ પ્રકારના, સર્વ પર્યાને જાણી શકાતા નથી ! સર્વિસે થયા છે, થાય છે અને થશે?
આ વાત આપણે અહીં થોડાક વિસ્તારથી વિચારવા છે, કારણ કે-કેટલાક દેઢચતુરે સર્વજ્ઞાપણાની વાતમાં પણ સર્વજ્ઞાપણું હોઈ શકે કે નહિ—એવાં ચેડાં કાઢે છે. કેટલાક કહે છે કે અમે સર્વસને માનતા નથી, કેમ કે કોઈ પણ માણસ સર્વજ્ઞ બની શકે એ શક્ય નથી. કેટલાકો તે ત્યાં સુધી કહે છે કે- જૈનાચાર્યોએ કેવલજ્ઞાનની વાત ઉપજાવી કાઢેલી છે. જૈનાચાર્યો કેવલજ્ઞાનની જેવી વ્યાખ્યા કરે છે, તેવું
૧૦