________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા
તેમ છે, એવું. માનવાનું નથી. આ પંદર વિશેષણોમાં પણ સંખ્યાબંધ વિશેષણને અથવા તો કહે કે-અનન્તાં વિશે
પણ સમાવેશ થઈ જાય છે. .
૪. ભગવાનની સર્વજ્ઞ તરીકે સ્તવનાસર્વશ કોને કહેવાય? - ટીકાકાર પરમષિએ ભગવાન શ્રી જિનેશ્વરદેવેને માટે સર્વજ્ઞ એવું વિશેષણ સૌથી પહેલું વાપર્યું છે. સર્વજ્ઞાનાતીતિ સંતા સર્વને જે જાણે, તેં સર્વજ્ઞ. ઈન્દ્રિયાદિની સહાય વિના, કેવળ પિતાના જ્ઞાનાતિશયથી જ, પિતાને તેમજ સર્વ ચેતનાને અને સર્વ જન-એ બધાને સર્વ પ્રકારે જે જાણ, તે સર્વજ્ઞ. દુનિયામાં વિદ્યમાન તમામ દ્રવ્યને તથા તમામ દ્રવ્યના તમામ પર્યાયોને જણાવનારું જ્ઞાન, તે કેવવિજ્ઞાન છે. કેવલજ્ઞાનમાં સકલ જ્ઞાન સમાઈ જાય છે. કેવલસન એટલે એવું જ્ઞાન, કે જે જ્ઞાનથી અધિક જ્ઞાન કેઈ માળે, કઈ પણું ક્ષેત્રમાં, કઈ પણ આત્માને સંભવી શકે જ નહિ. કેવલજ્ઞાન એટલે એવું જ્ઞાન, કે જે જ્ઞાનમાં આંશિક પણ ઉણપ હોય નહિ. સર્વજ્ઞ એટલે કેવલજ્ઞાની ભગવંત, જ્ઞાન એ મહાન મંગલ છે. જ્ઞાનથી પરમ મંગલ કેઈ નથી. આત્માને અમનચમનમાં રાખનાર, આનંદમાં રાખનાર જ્ઞાન છે, માટે એ પરમ મંગલ છે. અજ્ઞાન જ દુઃખ છે. પ્રણામે માઈમા જ્ઞાનથી જ સાચું સુખ છે. મંગલાચરણમાં, શ્રી જિનસ્તુતિમાં પહેલું વિશેષણ “સર્વજ્ઞ એ લઈને,