________________
૧૪
પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ સાવય, અમર, અનીશ, અનીહ, તેજસ્વી, સિદ્ધ, શિવ, શિવકર, કરણરહિત અને જિતરિપુ એવા શ્રીમાન જિનની હું પ્રયત્નપૂર્વક સ્તવના કરું છું અથવા તે કહે કે એવા તારક જે કઈ હોય, તે સર્વને હું પ્રયત્નપૂર્વક નમસ્કાર કરું છું.
વિશેષણ પંદર જ કેમ?
શું ભગવાન શ્રી જિનેશ્વરને માત્ર આ પંદર વિશેષણોથી જ સ્તવી શકાય તેમ છે, માટે જ ટીકાકાર પરમષિએ માત્ર પંદર વિશેષણ વાપર્યા છે? ના, એમ નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવે એટલે સર્વ દેષોથી રહિત અને સર્વ ગુણોથી સંપન્ન બનેલા આત્માઓ ! આ જગતમાં દોષ કેટલા અને ગુણ કેટલા? અનન્તા. એકે એક દેષની રહિતતાથી સ્તવીએ અને એક એક ગુણની સહિતતાથી સ્તવીએ-એ બની શકે એવું જ નથી, પણ એ જો શક્ય હોય તે અનન્તાં વિશેષણે જ વાપરી શકાય ને? આ તો વિશિષ્ટ એવાં પંદર વિશેષણો છે. જેમ એક શબ્દના અનન્તા અર્થો થઈ શકે છે, એટલે અનન્તા અર્થોને જેમ એક શબ્દમાં સમાવી શકાય છે, તેમ છેડાં વિશેષણોમાં પણ ઘણાં વિશેષણોના ભાવને સમાવી શકાય છે. આપણે પહેલાં વિચારી આવ્યા છીએ કે–ત્રિપદી માત્રમાં આખી ય દ્વાદશાંગીનો સમાવેશ થઈ જાય છે, પણ વિપદી માત્રથી દ્વાદશાંગીની રચના કરવાનું સામર્ય–તથા પ્રકારનું ક્ષાપશમિક બલ તો શ્રી ગણધર ભગવાનના આત્માઓમાં જ હોય છે. એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવને માટે માત્ર પંદર જ વિશેષણ વાપરી શકાય