________________
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ
૧૪૧ છે. દાન કરવાને માટે કમાવાને ઉપદેશ છે જ નહિ. શ્રી જિનસ્તુતિ માટે પહેલી જરૂર ભવનિર્વેદની:
આપણ ચાલુ વાત તો એ હતી કે-જગતના જીવને કયી વસ્તુમાં પ્રયત્નપૂર્વક પ્રવર્તાવવા પડે એવું છે ? અર્થ અને કામના પ્રયત્ન માટે તે, જગતના જીને કહેવું પડે તેમ છે જ નહિ. અર્થ અને કામની લાલસાનું જોર તે એવું છે કે-એ દિશાના પ્રયત્નમાંથી જગતના જીવને વારવા એ જ મુશ્કેલ છે. અનાદિકાલથી એ જ દિશાના પ્રયત્નનો જગતના અને અભ્યાસ છે, એટલે સદ્દગુરૂઓના ઉપદેશથી મુક્તિમગને પ્રયત્ન કરવા માંડનારા જીવને પણ ઘણી વાર પાછા પટકાઈ જતાં વાર લાગતી નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવેને આ જગતના જીવે ઉપર મોટામાં મોટો ઉપકાર તે એ જ છે કે એ તારકેએ મુક્તિમાર્ગને દર્શાવ્યું છે. એ તારકેની સ્તુતિની આ વાત છે. ટીકાકાર પરમષિએ કહ્યું કે-“પ્રયત્નપૂર્વક સ્તુતિ કરૂં છું” એટલે આપણે વિચારીએ છીએ કે-“પ્રયત્નપૂર્વક કેમ? સ્તુતિ કરવાનું મન ક્યારે થાય? મન થાય તે ય સ્તુતિ કરવામાં રસ ક્યારે આવે? અને રસ આવે તે પણ એમાં શુદ્ધિપૂર્વકની મન-વચન-કાયાની એકતાનતા ક્યારે આવે ? જ્યાં સુધી મુક્તિની રૂચિ પ્રગટે નહિ, ત્યાં સુધી “મુક્તિનો માર્ગ દર્શાવ્યો છે, એ ભગવાનનો અનુપમ ઉપકાર છે –એમ લાગે જ નહિ; તે પછી સ્તુતિ કરવાની વૃત્તિ પ્રગટે જ ક્યાંથી? જ્યારે જીવને એક માત્ર મુક્તિને જ સાધવાની રૂચિ થાય, ત્યારે એની નજર મુક્તિમાર્ગને દર્શાવનારા ભગવાન ઉપર સાચા રૂપમાં ઠરે. ભગવાનના ઉપકા