________________
૪૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને લક્ષ્મીથી જ દાન હોય એવું નથી. દાન લમીથી નથી થતું, પણ લક્ષમીના ત્યાગથી થાય છે. ધર્મ લીમીના ત્યાગથી તથા તેના ત્યાગમાં છે, પણ તેના રાગથી અથવા તેના રાગમાં ધર્મ નથી. લક્ષ્મીને રાગ તે અધર્મ જ છે. લક્ષ્મીની મૂચ્છ ઘટે અને એને સદુપગ કરવાનું મન થાય, તે જ સાચું દાન થઈ શકે. પૌગલિક લાલસાથી દાન, એ તે એક સોદા જેવું છે. લક્ષમીના ત્યાગની વૃત્તિથી આત્માનું શ્રેય સાધવાને માટે વિવેકપૂર્વક દેવાય, એ દાનધર્મ છે. એવા કાળમાં લફમી હોય તે તેને વિવેકી આત્માઓ ધર્મનું સાધન બનાવી શકે વિવેક, લફમી જેવી મુંઝવનારી ચીજને પણ તારનારી ચીજ બનાવી શકે છે, એટલે એ પ્રભાવ લક્ષમીને નથી, પણ વિવેકરે છે. લક્ષમી હોય તો આવી રીતિએ તેને સદુપયોગ કરી શકાય છે-એ વાત સાચી, પરંતુ દાનને માટે પણ લક્ષમીને કમાવાનું વિધાન નથી. શાસ્ત્રકારોને ઉપદેશ દાનને-લક્ષમીના -ત્યાગને છે, પણ લક્ષમીને કમાવાને, લમીને સંગ્રહવાને, લમીને વધારવાનું નથી ! પુણ્યદયે લક્ષમી મળી હય, લક્ષ્મી હેય, તે તેને સદુપયોગ કરવાને, મળેલી લક્ષમીને દાન દ્વારા સાર્થક કરવાનો જ શાસ્ત્રકારને સદુપદેશ છે. દાન માટે કમાવું, એ તે પગ બગાડીને છેવા જેવું અને માંદા પડીને દવા ખાવા જેવું છે. પગ બગડ્યો જ હોય તો ધોવાનું કહેવાય અને માંદગી આવી હોય તે દવા ખાવાનું કહેવાય, પણ પગને ધેવાને માટે તેને બગાડવાનું કે દવાને ખાવાને માટે માંદા પડવાનું કહેવાય નહિ. તમારી પાસે લક્ષમી છે, લક્ષમીને તમે સર્વથા ત્યાગ કર્યો નથી, માટે જ દાનને ઉપદેશ