________________
૧૪.
શ્રી ભગવતીજી સુત્રનાં વ્યાખ્યાન બને અગર તે પડી જાય, બળી જાય,એવું બને છે. લક્ષ્મી તથા પ્રાણ પ્રધાન ચીજો હેવાથી અલગ અલગ કહેલ છે, પણ જીવિત તથા મંદિરને સાથે જ કહ્યાં. પ્રાણ હોય તે જીવન છે અને લક્ષ્મી હોય તે મકાન આદિ વૈભવ છે. તમે બીજાના પ્રાણેને લૂંટીને પિતાના જીવનને ટકાવી રાખવાને પ્રયત્ન કરી રહ્યા છે, પણ આ જીવન ચલ છે, ચંચલ છે ! આ જીવન એવું છે, આ જીવનનું પ્રવર્તન એવું રાખે કે-કઈ પણ જીવની પ્રાણહાનિની જવાબદારી આપણે શિર ન આવે, તે જ શાશ્વત જીવનને પામી શકાય. અનેક જીના નાશથી, અનેક પ્રકારનાં કાળા-ધોળાં કરીને તમે જે મહાલ ઉભા કર્યા છે, વૈભવ વસાવેલ છે, તે મહાલ અને વૈભવ પણ ચલ છે. એ તમારાં રહેવાનાં નથી, તેમ તે હંમેશને માટે ટકવાનાં પણ નથી!
આખો ય સંસાર અત્યન્ત ચલાયમાન છેઃ | સંસારમાં એવી કયી વસ્તુ છે, કે જે ચંચલ નથી? સંસાર શાશ્વત છે અને સંસારમાંની વસ્તુઓ પણ શાશ્વત છે, પણ એમાં પરિવર્તને ચાલ્યા જ કરે છે, એટલે સઘળું ય ચંચલ જ છે એમ પણ કહેવાય. આ શ્લેકમાં પણ એ જ કહ્યું છે કે-આ સંસાર આખેય ચંચલ જ છે. અહીં ચલાચલને અર્થ ચલ અને અચલ એવો કરવાનું નથી, પણ “તિરાત
૪ રતિ રજાત્રાએ અર્થ કરવાનો છે. સંસાર અત્યન્ત ચલાયમાન છે, એથી એના ઉપર ભરોસે રાખવા જેવું નથી. સંસારની કઈ પણ વસ્તુમાં લોભાવા જેવું નથી. સારોય સંસાર