________________
૧૩૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
ન્યાય? કંચનને લોભ એ જ દોષનું ઘર છે. કંચન ન હોય, એને મેળવવાની લાલસા ન હોય, તે દેશે ટળે ને ગુણે પ્રગટે; પણ કંચન અને કામિનીએ, અર્થ અને કામે જેઓને પાગલ બનાવ્યા છે, તેઓ ગમે તેવો બકવાટ કરે, તે તેમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ.
પ્રાણે શાથી ચંચેલ છે?
આ લેકમાં લક્ષ્મીને ચંચલ કહીને, પ્રાણેને પણ ચંચલ કહ્યા છે. ઈન્દ્રિયના વિલાસમાં જ સુખ માનનારાઓને એંકાવવાને, સમજાવવાને માટે આ વાત છે. આ શરીર નાશવન્ત છે, માટે આ શરીરમાં પ્રાણેને સદા કાળ ટકવાનું નહિ જ ને? છતાં પણ, પિતાના પ્રાણેને ટકાવવાને માટે તમે અન્યાના પ્રાણની પરવા કર્યા વગર, અહિંસક ભાવથી અલગા થઈને હિંસકભાવને વળગ્યા છે, એમાં જ-હિંસકભાવમાં જ વિહરે છે ને ? પિતાના પ્રાણના પોષણ અને રક્ષણ આદિને માટે તમે બીજાના પ્રાણેને લેવાને તૈયાર થઈ જાઓ છે ને? એ માટે તમે ગમે તેવા આરંભ-સમારંભાદિને કરે છે ને? તમે એમ માને છે કે તમારું શરીર શાશ્વત છે? આ શરીરને નાશ નિશ્ચિત છે, તે આ શરીરના પ્રાણેને માટે આટલી બધી ધમાલ કેમ કરે છે? માણસને લક્ષમી કરતાં પણ પ્રાણું વધારે પ્રિય છે. લક્ષમીને માટે ગમે તેવાં અકાર્યોને કરનાર, પ્રાણના રક્ષણને માટે લમીને પણ પાણીની જેમ બચી નાખે છે. ધર્મને માટે એક પાઈ આપતાં પણ નવનેજાં પાણે ઉતરી જાય છે, ગમે તેવા મહાન કાર્યમાં પણ ધર્માથે ધના