________________
-
-
-
-
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ કિંમતી શક્તિઓને ઉંધા ઉપગ કરી રહ્યા છે, એ સ્થિતિનું તમને ભાન કરાવવાને માટે જ, આ વાત આટલા ભારપૂર્વક તમને જણાવી છે. આ વાત તમને બરાબર ઠસી જાય, તે તમે તમારી શક્તિને દુર્વ્યય કરાવનારી પ્રવૃત્તિઓથી પાછા હઠી શકે અને તેને સદ્વ્યય કરવાને પ્રોત્સાહિત બની શકે. લક્ષ્મી તે વેશ્યા કરતાં પણ શું ભૂંડી નથી? ખરેખર, વેશ્યાથી પણ ભૂંડી એવી લકમના દાસ બની જઈને તમે, ભીખારી કરતાં ય ભૂંડી અવસ્થાને ભોગવી રહ્યા છે. તેનાથી મુક્ત બને અને આત્મલક્ષમીને પ્રગટાવીને શાશ્વત સુખને મેળવે. તમે જેના ગુલામ છે, તે તે વહેતી લક્ષ્મી છે રહેતી લક્ષ્મી તે આત્માના ગુણે છે. રહેતીને અલગહીને વહેતીને વળગવા મથનારાઓ લાતો જ ખાય કે બીજું કાંઈ થાય? ચંચળ લહમીના સંસર્ગાદિમાં જ રાચનારાઓ જીવનને ચંચળ બનાવે છે, માટે એ ચંચળ ચપળાની જોડે પાનું પડયું છે, તે ચતુરાઈ થી કામ . એ ચંચળ લહમીના દાસ મટીને સ્વામી બની જાવ અને એનાથી એવું કામ લે કે-ચંચલતા જાય અને અચલતા પ્રગટે. અચલના અંચલને પકડીને ચંચલને એ સદુપયોગ કરવા માંડે કે--અને અવિચલ પદને પ્રાપ્ત કરી શકે. અવિચલ પદને નહિ જાણનારાઓએ જ ચંચલ લક્રમીમાં સર્વસ્વ માન્યું છે. કહેનારે કહ્યું છે કે- ગુખ શરમાયને” સઘળા ય Bણે કંચનને આશરે છે. જેમ કંચન વધારે, તેમ ગુણે વધારે અને જેમ કંચનને અભાવ, તેમ ગુણને પણ અભાવ, એમ ને? અકિચનમાં તે ગુણ જ નહિ, એમ? કે ઉંધે