________________
==
=
=
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
ક્રિયા ચેતનવંતી જ ગણાય. જેમ આ શરીર જડ છે, પણ મહીં આત્મા છે તે શરીર દ્વારા સાધના થઈ શકે છે, તેમ ક્રિયા પણ ભાવવાળી બનીને મુક્તિસાધક બની શકે છે. ભાવ અય ક્રિયાઓ અશુભ કિયાઓને તથા કર્મોને દૂર કરે છે. તારક ક્રિયાઓમાં નહિ માનનારાઓનું, તારક ક્રિયાઓની અવગણના કરનારાઓનું કદી કલ્યાણ થયું નથી, થતું નથી અને થવાનું પણ નથી. ધર્મક્રિયાથી છૂટનારે લૂંટાયે જાણ. ક્રિયા કરવામાં પ્રમાદ થતું હોય તે તેમ કહેવાય, પ્રમાદને કાઢવાનો પ્રયત્ન થાય, અશુભ ભાવ હેય તે તેને કાઢીને શુદ્ધ ભાવને પેદા કરવાની પેરવી થાય, પણ ક્રિયાને અનાદર કાય નહિ. ભગવાને કહેલી ક્રિયાને ભગવાને કહેલી રીતિથી કરવાનો પ્રયત્ન કરે જોઈએ અને તેમાં જેટલી તૂટી રહી જતી હોય તેને કાઢવાને પ્રયત્ન કર્યા કરે જોઈએ. સાચે અધ્યાત્મવાદી ઈન્દ્રિયોને તથા યોગને નિયત્રંણમાં મૂકનારી કિયાઓને તજે અને પૌગલિક સેવાઓ રૂ૫ કિયાઓમાં કલ્યાણ માને, એ બને જ નહિ. આ શાસનની ક્રિયાઓ તે ચેતનવંતી છે. આપણે ત્યાં જડ કિયાનું વિધાન છે જ નહિ. કિયા જડ બને ત્યાં જ તેના કરનારને છે, પણ કિયા દર્શાવનાર તારકેને નથી. ક્રિયા દર્શાવનાર મહાપુરૂષોએ તે કેવા અશુભ ભાવને તજીને તથા કેવા શુભ અગર શુદ્ધ ભાવને રાખીને ક્રિયા કરવી જોઈએ તથા તે કેવા કેવા વિધિથી કરવી જોઈએ, તે ય બતાવ્યું છે અને અશુદ્ધ ક્રિયાઓને–પાપ ક્રિયાએને તજી શકાય નહિ તો પણ, તે કાળમાં આત્માને કેવા લાથી ભાવિત રાખવું જોઈએ, એ ચ બતાવ્યું છે. એવા