________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
પડતું હતું અને બૂમ પાડવાથી શેષ વધી ગયે. પછી બારણું ઉપર જેર કરવા માંડયું, ત્યારે પેલો જજમાન કહે છે કે-મહારાજ ! કેમ આટલા બધા અકળાયા છે ?” બાવાજી કહે છે કે-“મારું કમંડલ ક્યાં ગયું? પાણીની સપ્ત તૃષા લાગી છે ને આટલી બૂમ પાડી તે ય કઈ જવાબ દેતું નથી કે બારણું ઉઘાડતું નથી.” જજમાન કહે છે કે-“એમાં અકળાવાનું શું છે ? આપની પાસે કમંડલ નથી, પણ જ્ઞાનગંગા તે છે ને ? પીઈ લે જ્ઞાનામૃત !” બાવાજી કહે છે કે- મૂર્ખ ! જ્ઞાનામૃતથી તે કાંઈ તરસ છીપાતી હશે?” જજમાન કહે છે કે “જ્ઞાનગંગામાં આખા શરીરે સ્નાન કરી શકાય, તે ગળાની તૃષાને તેનાથી કેમ છીપાવી શકાય નહિ?” જજમાને આવું કહ્યું, એટલે બાવાજી ઝટ સમજી ગયા. તેમને પિતાની ભૂલને ખ્યાલ આવી ગયો અને ઝટ સુધારો કરી લીધો. જજમાને પણ તકલીફ આપવા બદલ બાવાજીની માફી માગી. બાવાજીએ કહ્યું કે-“તેં મને શિક્ષા કરી નથી, પણ યુક્તિ દ્વારા શિક્ષા આપવાને મારા ઉપર તેં ઉપકાર કર્યો છે.
અધ્યાત્મના નામે ક્રિયાને નિષેધ કરનારાઓ
-આળસુ અને સ્વછન્દી છે : અધ્યાત્મના નામે, અધ્યાત્મને પમાડનારી-અધ્યાત્મને સુરક્ષિત બનાવનારી–અધ્યાત્મને સુવિશુદ્ધ બનાવનારી અને અધ્યાત્મની સિદ્ધિને પણ સૂચવનારી ક્રિયાઓને નિષેધ કરનારાઓને, જે આ કોઈ ભક્ત મળી જાય, તે તેમને ખબર પડી જાય કે-આપણે ક્રિયાને નિષેધ, એ અધ્યાત્મ