________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
આહાર લેવા છતાં પણ આહારથી પેટને ભરી દેવું નહિ, પણ પેટ થોડુંકે ય ઉણું હોય ત્યાં જ આહાર લેવાનું બંધ કરી દેવું. કહે, આ તપમાં મુશ્કેલી જેવું શું છે? રસનાની લોલુપતા ન હોય અને પિતાને તપ કરવાની ભાવના હોય, તે આવી રીતિએ તમે રેજના તપસ્વી બની શકે કે નહિ? તપની ભાવના હોવા છતાં પણ, જે રસનાની લોલુપતા હોય તે આ તપ કઠિન છે, એ વાત સાચી છે. ખાવા બેસવું નહિ, તે કરતાં પણ ખાવા બેસવું અને રસના ઉપર કાબૂ રાખવો, એ વધારે મુશ્કેલ છે. ઘણાઓને ઉપવાસ સહેલો લાગે છે અને આયંબીલ કઠિન લાગે છે. કેમ? કારણ એ કે-ખાવાનું ખરું, પણ તે લખું, રસ વિનાનું, મસાલા વગરનું ! જીભને એથી સંતોષ થાય શી રીતિએ? જીભ તે કેવું માગે? મીઠું, મસાલાવાળું, સ્વાદિષ્ટ, એમ જ ને? પેટ ભાર માગે, પણ જીભ તે સ્વાદ માગે ને? જીભના સ્વાદમાં પડેલા તે, પેટને અકળાવી મૂકે છે. સુધાની વેદનાને સહવામાં જે મુશ્કેલી નથી, તે મુશ્કેલી જીભની ચળને સહવામાં છે. ખાધા વિના ચલાવી લેવું, એના કરતાં ખાવા બેસવું અને ઉણા પેટે ખાવાનું છોડી દેવું, એ વધારે મુશ્કેલ છે, ખાવા બેસવા છતાં પણ ઉણા પેટે ખાવાનું છેડી દેવું, એના કરતાં પણ, ખાવાને માટે તૈયાર કરાએલી ચીજોમાંથી અમુક ચીજોને બીલકુલ ખાવી જ નહિ-એ વળી વધારે મુશ્કેલ છે અને એથી પણ વધારે મુશ્કેલી તે ઘી આદિ વિગઈઓને એટલે રસને ત્યાગ કરવામાં છે. આથી તમે જે તપ કરી શકતા નથી, તે અશક્તિના કારણે જ નથી કરી શક્તા કે તપ કરવાની ખાસ ભાવનાના અભાવે નથી કરી શકતા કે