________________
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ
૧૧૭ આ દશ ચીજે પિકીની થોડીક ચીજોને હું નહિ ખાઉં, તો શું હું ભૂખે જ રહી જઈશ?” આ વિચાર કરે, તે જરૂર તમને લાગે કે-આ દશ ચીજોમાંની થેડીક ચીજોને ખાઈ લઈને પણ હું મારી ભૂખની વેદનાને શમાવી શકું તેમ છું.” આ વિચાર કરીને, ભગવાને કહેલા તપને આચરવાની ભાવનાથી, તમે એ ચીજોમાંથી જેટલી ચીજોને ત્યાગ કરો, તે પ્રમાણમાં તમે “વૃત્તિસંક્ષેપ” નામના બાહ્ય તપને આચર્યો કહેવાય. જેમ “વૃત્તિસંક્ષેપ” રૂપ તપ સહેલાઈથી થઈ શકે છે, તેમ “રસત્યાગ રૂપ તપ પણ સહેલાઈથી થઈ શકે છે. વિગઈઓ છ છે, એ તે જાણો છો ને? ઘી, તેલ, દૂધ, દહીં, ગેળ (સાકર) અને તળેલી વસ્તુઓ, એ છ વિગઈ છે. આ છ વિગઈઓમાંથી તમે કઈ પણ એક, એકથી વધારે અગર તે છએ છ વિગઈએને ત્યાગ કરે, તો “રસત્યાગ” નામના તપને આરાધનારા તમે બની શકે. બધી વિગઈઓને તજી શકાય નહિ, તે એકાદ-બે વિગઈએને એકાદ-બે વિગઈઓને પણ જે હંમેશને માટે ત્યાગ થઈ શકે નહિ, તે રોજ જુદી જુદી એકાદબે વિગઈઓને અરે, એકાદ બે વિગઈ એને પણ મૂળમાંથી ત્યાગ ન બની શકે, તે માત્ર કાચી વિગઈઓને, એમ ત્યાગ તે બની શકે ને? ખાવા-પીવા છતાં પણ, તપને સેવવાને આ સુન્દર ઉપાય છે. તમારે નિર્ણય કરવાને એટલે જ છે કે-“ભગવાને કહેલા તપને મારે આચરે છે. તમારે જે ભગવાને કહેલા તપને આચરવે જ હોય, તે તેને માટે સહેલામાં સહેલા ઉપાયે આ શાસનમાં છે. કર્ણદરી તપ માટે તે કહ્યું કે