________________
--
૧૧૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
કાબૂ હવે જોઈએ અને તપને સેવવાની ભાવના હેવી જોઈએ. તમને તપ તે ગમે છે ને? તપસ્વીઓની ભક્તિ કરવાનું મન થાય છે, તે ત૫ ગમે છે-એ કારણે ને? તપ ગમત હોવાના કારણે જ, જેને તપસ્વી મુનિજનેની અને તપસ્વી ગૃહસ્થની ભક્તિ કરવાનું મન થાય, તેને પોતાને તપ કરવાનું મન થાય નહિ, એ બને જ કેમ? એને તે તપ કરવાનું મન થાય જ. મને ખબર છે, તમે કહેશે કે–અમારામાં તપ કરવાની શક્તિ નથી; પણ તપ કરવાને માટે ગમે તે અશક્ત હોય, એ પણ માણસ તપને આચરી શકે, એવા ઉપાય શ્રી જનશાસનમાં છે. આ શાસન કેવું છે? આ શાસન એવું તે દયામય અને સર્વાગ સંપૂર્ણ છે કે-જે કોઈ જીવને આ શાસનને આરાધવાની ઈચ્છા થાય, તે જીવ ગમે તેટલો અશક્ત હય, નબળે હેય, પણ તે આ શાસનની આરાધના જરૂર કરી શકે. આ શ્રી વીતરાગ-શાસને આરાધનાના બધા માર્ગો દર્શાવ્યા છે અને તે માર્ગો એવી રીતિએ દર્શાવ્યા છે કે-જે કઈ જીવ આ શાસક નની આરાધના કરવાને ચાહે, તેમને એક પણ જીવ આરાધનાથી વંચિત રહેવા પામે જ નહિ. આથી તમે “આપણે તે તપ કરવાને અશક્ત છીએ –એવું માની લઈને અગર તે એવું કહી દઈને, તપ કરવાનું માંડી વાળે નહિ. તપને સેવવાની ભાવના હોય અને જીભ ઉપર કાબૂ હોય, તે જ વખતસર ખાવા છતાં પણ, તમે તપ કરી શકે છે. માને કે-દશ ચીજો ખાવાને માટે તૈયાર છે. તમારે વિચાર કરે કે-“શું આ દશેય ચીજો હું ખાઈશ, તે જ મારું પેટ ભરાશે