________________
૧૧૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જજમાનને બાવાજી તરફ દુર્ભાવ નથી, ભક્તિભાવ છે, પણું બાવાજી જ્ઞાનગંગાના નામે ધર્માચારને વેગળે મૂકે એ એને રૂમ્યું નહિ. બાવાજીને એણે પ્રેમથી ખવડાવ્યું, ખૂબ ખવડાવ્યું અને પિતાની યુક્તિને સફલ કરવાને માટે તેણે આવાજીને છેલ્લે છેલ્લે ગરમાગરમ ભજીયાં પણ આગ્રહ કરી કરીને સારી પેઠે ખવડાવી દીધાં. બાવાજીને સ્નાન કરવાની વાતમાં જ્ઞાનગંગાની દલીલ સુઝી, પણ ખાવાની વાતમાં જાનાં મનન એમ થયું નહિ. ચીજે સ્વાદિષ્ટ, જીભમાં પાણી છૂટે એવી હોય અને ભક્તને આગ્રહ હય, પછી ખાવામાં પૂછવાનું શું રહે? બાવાજીથી એટલું બધું ખવાઈ ગયું કેપેટમાં પાણી જેટલી પણ જગ્યા રહી નહિ. બાવાજી જમીને ઉઠયા, અકળામણ અનુભવતા ઉડ્યા, પણ જજમાને એરઠામાં ખાટલે પથરાવીને બાવાજીને માટે તૈયાર રાખ્યો હિતે. ખાટલા ઉપર ગાદી પણ રેશમી કપડાવાળી બહુ જ મુલાયમ હતી. બાવાજી જેવા ખાટલામાં આડા થયા, કે તરત જ આંખ મીંચાઈ ગઈ. બાવાજીએ ઘસઘસાટ ઉંઘવા માંડયું. પછી જજમાને બાવાજીનું ખાટલા પાસે પડેલું જલ ભરેલું કમંડલ ઉઠાવી લીધું, ઓરડાનું બારણું બંધ કરી દીધું અને ઘરમાં બધાને તાકીદ આપી દીધી કે-“મારા સિવાય કેઈએ પણ આ ઓરડાનું બારણું ઉઘાડવું નહિ. બાવાજી આજે એવી સાધના કરવાના છે કે-મારા નામથી બૂમ પાડયા કરશે અને બારણું ઉઘાડવાનું કહ્યા કરશે, પણ કેઈએ આરણું ઉઘાડવું નહિ, કેમ કે-બારણું ઉઘાડ્યું તે એમની સાધના અધુરી રહી જશે. કેઈ કહેશે કે–આવું છેટું કેમ