________________
૧૨૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
હાય અને શ્રી જય વિયરાય બેલતાં “મુક્તાશુક્તિ મુદ્રા” હોય તેમજ ના આદિ આવે ત્યાં દશ નખને મેળવીને મસ્તકે કરસ્પર્શ થતો હેય, તે એ પ્રયત્નપૂર્વક પ્રભુસ્તવના કરી કહેવાય અને એવી સ્તવનાથી સ્તવનાના વાસ્તવિક ફલને પામી શકાય. સારી રીતિએ પ્રયત્ન કર્યા વિના, સારી રીતિએ પ્રભુસ્તવના થઈ શકે તેમ છે જ નહિ.
પ્રભુસ્તવનાને સાચા પ્રયત્ન કેણ કરી શકે ?
તમે ખ્યાલ કરે કે-પ્રભુની સ્તવના માટે સારી રીતિએ પ્રયત્ન કોણ કરી શકે? લક્ષમીને લેભી, ઈન્દ્રિયેના જ સુખની કામનાવાળે, હાટ-હવેલીઓને જ જોયા કરનાર અને મૃત્યુ પછી કયી ગતિ થશે–તેની ચિન્તા વિનાને આદમી પ્રભુની. સ્તવના માટે સારી રીતિએ પ્રયત્નશીલ બની શકે ખરે? નહિ જ ! એ આદમી પિતાની લાલસાઓને પૂરી કરવાના ઈરાદાથી પ્રભુની સ્તવનામાં પ્રયત્નશીલ બને ખરે, પણ એ લાલસાવાળો હોવાથી તેનું મન શુદ્ધ બની શકે જ નહિ. કાયા અને વાણી ઉપર કાબૂ રાખવા છતાં પણ, મન જે લક્ષ્મી આદિમાં જ રમણ કરતું હોય, તે એ સ્તવના પ્રભુની કરે તે છતાં ચ, ખરી રીતિએ તે એ સંસારની જ સ્તવના કરે છે. પ્રભુની સ્તવના કરવામાં સારી રીતિએ પ્રયત્નશીલ બનવાને માટે, સંસાર પ્રત્યે વિરાગ પ્રગટ જોઈએ અને “આત્માને આ ભયંકર એવા ભવસાગરથી તારનાર આ જ પરમાત્મા છે”—એમ લાગવું જોઈએ. તમે પ્રયત્નશીલ તે છે જ - અને પ્રભુની સ્તવના પણ કરે છે, પણ પ્રભુની સ્તવના