________________
છે
૧૨૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
જ ભાવ, વચનમાં પણ એ તારકના જ ગુણોનું વર્ણન; અને કાયાની સ્થિતિ એવી કે-મૂર્તિમન્ત વિનય જોઈ લો ! આવી રીતિએ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સ્તુતિ કરવી જોઈએ, એમ આ મહાપુરૂષે સૂચવ્યું છે. કહ્યું છે તે એટલું જ કે
હું પ્રયત્નપૂર્વક સ્તવના કરું છું. પણ તેમાંથી આ ભાવ નીકળે છે. આ ભાવ આપણે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કેઆપણે પણ સ્તવના કરીએ છીએ.
પ્રયત્ન પ્રભુસ્તવના માટે જ કરે પડે તેમ છે: . કેઈકહેશે કે-“ભગવાનની સ્તુતિ કરવામાં વળી પ્રયત્નની જરૂર શી?” પરંતુ વાસ્તવિક રીતિએ પ્રયત્નની જરૂર છે ભગવાનની સ્તુતિમાં જ પડે છે. તમે જ વિચાર કરે કેતમારા મન, વચન અને કાયા એ ત્રણ ગોનું આકર્ષણ કયી દિશાએ છે? આત્મા તરફ કે પુદ્ગલ તરફ? મનને, વચનને અને કાયાને, પૌગલિક બાબતમાં યોજવાનો પ્રયત્ન કરે પડે તેમ છે કે આત્મિક બાબતમાં જવાનો પ્રયત્ન કરે પડે તેમ છે? વગર ઉપદેશે મનમાં પદ્ગલિક સુખના જ વિચારો રમ્યા કરે છે, વચને પણ એવા જ નીકળ્યા કરે છે અને કાયા પણ એ તરફ ઘસડાય છે, એ વાતની ના પાડી શકાય તેમ હોય તે કહો! એમાં મન, વચન અને કાયા જાએલાં છે કે એમાં મન-વચન-કાયાને જવાને પ્રયત્ન કરે પડે તેમ છે? કહે કે-પદ્ગલિક સુખની સાધનામાં મન-વચન-કાયાને જિવા માટે પ્રયત્ન કરવો પડે તેવું છે જ નહિ; એમાં તે એ ત્રણેય ગેજાએલા જ છે. એ ગાને ત્યાંથી વારીને