________________
-
૧૧૩
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ગર્યો હતો કે બાવાજી ઠંડીની બીકે સ્નાન કરતા નથી અને એ વાત બોલાય તેવી નથી, માટે જ બાવાજી જ્ઞાનગંગા સ્નાનની વાત કરીને બનાવટ કરે છે.”
જજમાન લાવ્યો છે જમાડવા, ભક્તિ કરવા, પણ ફરજને અંગે આટલે સુધીને વિચાર કરે છે. ઇતરમાં પણ આવા દઢ હોય, તો શ્રાવકેને ત્યાં કયાં અને કેવા આચાર-વિચારે રૂઢ હેય તે સમજે. શ્રાવકને ત્યાં જમવા આવનારે ઈતર પણ કાંઈક ને કાંઈક પામી જાય, એવા સુન્દર શ્રાવકધર્મના આચાર છે પણ તમે જ જે જેતે વસ્તુને ઝાપટતા હે, અભક્ષ્યભક્ષણ અને અપેયપાન કરતા હે, રાત્રિભેજનાદિ કરતા હે, તે એ શું પામી જાય? “આ ભાઈ હરખા, આપણે બન્ને સરખા” --એ જ ખ્યાલ એને આવે ને? ઈતર મહેમાન તરીકે તમારે ત્યાં આવ્યું હોય અને જે એ જોઈ જાય કે-“આ તો કંદમૂલાદિ ખાતા નથી; બરફનું પાણી પણ પીતા નથી; આખો દહાડે ખા–પી કરતા નથી, પણ વખતસર ખાય છે; ખાવામાં ય હાજર વસ્તુઓમાંની કેટલીક વસ્તુઓને છોડી દે છે અને સૂર્યાસ્ત પહેલાંની બે ઘડીથી ખાવા-પીવાનું જ છેડી દે છે, તે સૂર્યોદય પછીની બે ઘડી સુધી ખાતા-પીતા નથી –તે એના ઉપર તમારા આચારધર્મની કેવી સુન્દર છાપ પડે ? તમારા સામાન્ય ધર્માચારોથી જે આકર્ષાય, તે તમારા સાધુઓના ધર્માચારોને જ્યારે જાણે, ત્યારે એને સાધુઓ તરફ કે ભક્તિભાવ જાગે? પછી એને શ્રી જિનેન્દ્ર ભગવાનના શાસનને પામતાં વાર લાગે નહિ. એ પણ શ્રી જિનેન્દ્ર ભગવાનની ભાવમયી સ્તવના કરનારે બની જાય.