________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૧૧
વિધિનું પાલન કરવાની અશક્તિના કારણે અવિધિને સેવવા પડતા હોય, તે પણ વિધિનું બહુમાન અવશ્ય હોવું જોઈએ. વિધિનું બહુમાન જાય અને ‘અવિધિમાં વાંધો જ નથી'–એમ થાય, તા પાપ જ લાગે અને ભગવાને કહેલી ક્રિયા પણ એવા પ્રકારે કરાય તા એ ધમ ન ગણાય. વળી શહેરામાં જગ્યાની વાત જૂદી છે, પણ સ્નાન કરવામાં પરિમિત જલનો ઉપયાગ કરવાનું લક્ષ્ય તે રાખી શકાય ને ? એમાં પણ આજે કેટલી બધી બેદરકારી આવી ગઈ છે ? કેટલાકોને તો મોટી બાલટી ભરીને પાણી જોઇએ છે અને તે ય એક નહિ પણ એ! શરીરની સેવામાં, શરીરના મેાહમાં કેટલા બધા જીવાની વિરાધના થઈ જાય છે અને વિધિનું કેવુ. ઉલ્લ ંઘન થઈ જાય છે, એ વાત વિચારવા જેવી છે.
આપણે ત્યાં સ્નાન માટે આટલી બધીવિચારજ્ઞા છે, જ્યારે ઈતરાએ તે સ્નાનમાં-કૈારી જીવાની વિરાધનામાં ધમ માન્યા છે. જો જલસ્નાનથી જ કલ્યાણ થતું હાય, તે તો જેમ જેમ વધારે પાણીથી અને વધારે વખત નહાય, તેમ તેમ વધારે કલ્યાણ થવું જોઈ એ. એમ હાય તા, તમ જપશમ-દમ આદિની વાતાને છેડીને, પાણીમાં જ બેસી જવું જોઈએ. માણસ તા પાણીમાં વધુમાં વધુ કેટલા વખત રહી શકે? કલાક, બે કલાક, અરે, દિવસ, એ દિવસ, પણ એને નીકળવું તેા પડે ને? ત્યારે એના કરતાં તે। માછલાં વિગેરે પાણીમાં જ રહેનાર જવાનું વહેલું કલ્યાણ થાય ને ? એટલે જલસ્તાનમાં કલ્યાણુ માનનારે તે ‘ જલચર જીવન, તિય ઇંચના અવતાર મળે’–એવી જ મહેનત કરવી પડે !