________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ
૧૧૯ તપ કરવાની ભાવના હોવા છતાં પણ, રસનાની લાલસાને કારણે તપ નથી કરી શકતા, એ વાત તમારે બરાબર વિચારી લેવા જેવી છે. તપની ભાવના હોય અને રસનાની લુપતા ન હોય, તો અશક્ત માણસ પણ તપને આચરી શકે છે, એ તે તમને સમજાયું ને? રસના ઉપર કાબૂ આવી જાય તે તપ સુલભ બની જાય અને શરીર પણ સ્વસ્થ રહે. તપસ્વીઓ પણ પારણામાં ઢીલા બની જાય છે તેમાં રસનાને હિસ્સો ખરે કે નહિ? રસના કાબૂમાં ન રહે, એટલે અકરાંતીયાની જેમ ખવાય એમાં નવાઈ નથી. કેવળ ભૂખની વેદનાને શમાવવાને માટે જ ખાનારા અને રસનાને આધીને નહિ બનનારા તે વિરલ, પણ એવા વિરલી જ સાચા તપસ્વીઓ બની શકે છે.
પેલા બાવાજીએ ખાધું હતું ઘણું, એટલે તેમને ઉંઘ તે તરત આવી ગઈ, પણ જેમ જેમ વખત જતો ગયે તેમ તેમ તૃષા જેર કરવા લાગી. ખાવા ઉપર પાણી તે જોઈએ ને? ખાધેલું એટલું બધું કે–પેટમાં પાણી માટે ય જગ્યા રહેલી નહિ એટલે પાણી પીવાયું નહોતું અને પાછાં ગરમાગરમ ભજીયાં ખાધેલાં, એટલે તૃષાનું પૂછવું જ શું? બાવાજી જાગ્યા ત્યારે તે તેમનું ગળું એકદમ સુકાઈ ગયું હતું. તૃષાતુર બનેલા બાવાજીએ પોતાનું કમંડલું લેવાને માટે ખાટલા નીચે હાથ નાખ્યો, પણ ત્યાં કમંડલું હતું જ નહિ. બાવાજીએ ઝટ ઉભા થઈને આજુબાજુ જોયું, પણ ઓરડામાં ક્યાં ય કમંડલું દેખાયું નહિ, એટલે ઓરડાનું બારણું ઉઘાડવા ગયા. ઓરડાનું બારણું બંધ હોવાથી જજમાનને બૂમ પાડવા માંડી, પણ કેઈએ જવાબ જ આવે નહિ. તરસ ઘણી લાગેલી, ગળે શેષ