________________
૭૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
દ્રવ્યો જ ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજામાં વાપરવાનું મન થયા વગર રહે નહિ. ગૃહસ્થો માટે દ્રવ્યપૂજા એ ભાવપૂજાની તૈયારી છે. ભાવપૂજાના યેગે જ દ્રવ્યપૂજાની સફલતા છે. ગૃહસ્થને ભાવપૂજામાં એકતાનતા મેળવવામાં દ્રવ્યપૂજા સહાયક બને છે. પિતાનાં ઉત્તમ દ્રવ્યોથી શ્રી જિનરાજની પૂજા કરવાથી મન પ્રસન્ન બને છે. શ્રી જિનરાજ પ્રતિનું આકર્ષણ જામે છે. પિતાનાં એટલાં દ્રવ્ય લેખે લાગ્યાં એમ થાય છે. પોતે પાપમય ગ્રહવાસમાં હોવા છતાં પણ, પુણ્યમય કાર્યોમાં પિતાનાં દ્રવ્ય વપરાયાં, એને આનંદ જેવો-તે નથી હોતો. પછી ભાવપૂજા કરે તેમાં ઓર આનંદ આવે. દ્રવ્યપૂજા સાથે પણ ભાવપૂજા સંકળાએલી જ છે અને ભાવપૂજાની એ મહત્તા છે. દ્રવ્યપૂજાનું પણ સર્વોત્તમ ફળ ભાવપૂજા દ્વારા જ મેળવી શકાય છે. એકલી દ્રવ્યપૂજાથી તેવું ફળ ના મળે. તમે એકલી દ્રવ્યપૂજા કરીને ચાલતી પકડે તથા ચિત્યવન્દનાદિમય ભાવપૂજા ન કરે, તે તે એકલા દ્રવ્યને મહત્તા આપી કહેવાય. દ્રવ્યપૂજા પણ ભાવમય હોવી જોઈએ અને દ્રવ્યપૂજા કર્યા પછીથી ભાવપૂજા પણ અવશ્ય કરવી જોઈએ. મહાપુરૂએ, જ્ઞાનિઓએ નિયત કરેલા પૂજાના વિધિને જાણે અને વિચારે, તે બધું જ સમજાય. એ વિધિનું પાલન કરો તે બધું મેળવાય. મંદિરમાં,જિનાલયમાં નિસિહી કહીને જ પેસવું જોઈએ. સંસારના વિચારેને, વચનને અને વર્તનોનો પણ ત્યાગ કરીને હું શ્રી જિનરાજની સેવામાં હાજર થાઉં છું, એ ભાવ “નિસિહી’ના ઉચ્ચારથી પેદા થાય છે, અથવા “નિસિહીનો ઉચ્ચાર આ સ્થાનમાં મારે કેવા વિચાર,