________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ પિતાના બચ્ચાના નાશને-શિકારને દેખીને ડરપોક અને નિર્બલ એવી હરિણી પણ સિંહની સામે થઈ જાય છે. જે હરિણી જેવી ડરપોક અને નિર્બલ પશુજાતમાં પણ “મેહ' આટલું જેમ પ્રેરી શકે છે–પેદા કરી શકે છે, તે શ્રી જિનેન્દ્ર પ્રત્યેની ભક્તિ, જ્ઞાનપૂર્વકની ભક્તિ, શ્રી જિનપ્રાસાદના રક્ષણને માટે જેવું સુઝે તેવું પણ શક્ય કરી છૂટવાની તાલાવેલી અને તેવા પ્રકારનું જેમ પેદા ન કરે, એ કેમ જ બને?
આજે બધા બૂમો પાડે છે કે-શાસન પર આ આકમણ છે ને તે આક્રમણ છે, પણ એ આક્રમણને હટાવી દેવાને, અટકાવી દેવાને, નામશેષ કરી નાખવાને માટે જે જેમ જોઈએ, તે ક્યાં છે? આપણે વાત કરીએ છીએ, ચિન્તા કરીએ છીએ, કાંઈક કરી છૂટવું જોઈએ-એમ પણ ઘણુઓને થાય છે; એ શ્રી જિનેન્દ્ર ભગવાન અને એ તારકના શાસન પ્રત્યેની એટલી ભક્તિ સૂચવે છે; છતાં પણ, જે કરવા જેગું આપણે નથી કરી શકતા અને જે લાવવા જેનું પરિણામ છે તે પરિણામને આપણે લાવી શકતા નથી, એમાં આપણા જેમની ખામી મેટી છે, કેમ કે–શ્રી જિનેન્દ્ર પ્રત્યેના આપણા ભક્તિભાવમાં એટલી ખામી છે. નહિતર, આવડે મેટો સમાજ, જેમાં ત્યાગીઓ, તપસ્વીઓ, વિદ્વાને, વિચારકે, ધીમ, શ્રીમન્ત વગેરેને તે નથી, એવે સમાજ જેને ભક્ત હોય, ઉપાસક હય, જેને પ્રાણથી પણ અધિક માનનાર હાય, એવા શ્રી જિનેન્દ્રના શાસન ઉપર આક્રમણ આવે શાનાં અને કદાચ નાલાયકે તરફથી આક્રમણ આવી પણ જાય, તે ય તે ટકી શકે શાના? એ તે આવ્યાં, ન આવ્યાં,