________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ત્યાં તે એના કુરચા જ ઉડી જાય. સાચી ભક્તિનું સાચું જેમ એ કઈ જુદી જ વસ્તુ છે. આખી ભેમનું જેમ પણ એની પાસે તે રદ જ છે.
; . શ્રી નાગકેતુમાં શું એટલી ય અક્કલ, એટલી ય સમજણ નહેતી કે-મારે હાથ દેવાથી તે કાંઈ આવડી મોટી શિલા. પડતી અટકી જવાની છે? પણ ખરી વાત એ જ છે કે-જ્યાં એકાન્ત ભક્તિમયતામાંથી જ પ્રગટેલું જેમ હોય છે, ત્યાં એવા વિચાર આવતા જ નથી. એને તો પોતાનાથી શક્યા એટલું બધું જ, બનતું બધું જ કરી લેવાની તમન્ના જગે છે. ધાર્યું પરિણામ આવે કે ન આવે, રક્ષણ થાય કે ન થાય, પણ મારે તે મારાથી બનતું કરી જ લેવું–આ ભાવના હોય છે. શ્રી નાગકેતુનું ધ્યેય શું હતું? પિતે જુએ અને શ્રી જિનપ્રસાદને વિવંસ થાય, એ એમને જોઈતું નહોતું. જીવવું તે શ્રી જિનપ્રાસાદનું રક્ષણ થાય એવી સ્થિતિમાં જીવવું, નહિ તો શ્રી જિનપ્રાસાદને વિધ્વંસ થતાં પહેલાં શ્રી જિનપ્રસાદનું રક્ષણ કરતે કરતે મૃત્યુને ભેટવું, આ શ્રી નાગકેતુનું ધ્યેય હતું. એટલે જ શ્રી નાગકેતુએ શ્રી જિનપ્રાસાદના શિખર ઉપર ચઢી જઈને, પિતાના હાથને ઉંચે કર્યો અને પિતાના હાથ વડે એ મહાશિલાને ધરી રાખી હોય-એવી રીતિએ શ્રી નાગકેતુ શિખર ઉપર ઉભા રહ્યા. . | શ્રી નાગકેતુનું મૃત્યુ એમ થવાનું નહતું, શ્રી જિનપ્રાસાદને વિધ્વંસ થવાને નહોતે, સારી ય નગરીનું રક્ષણ થવાનું હતું અને રાજાને ઉપદ્રવ પણ દૂર થવાનું હતું, એટલે બન્યું એવું કે–પેલે વ્યન્તરશ્રીનાગકેતુની તપશક્તિને