________________
-
-
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ : શ્રી નાગકેતુના ભાવમંગલે પેદા કરેલા પ્રભાવને સહી શક્યો નહિ. એ પ્રભાવ આગળ એની શક્તિ પાંગળી પડી ગઈ. આથી, તરત જ તે વ્યન્તર દેવે પિતે વિકુલી મહાશિલાને સંહરી લીધી. તે પછીથી તે વ્યક્ત શ્રી નાગકેતુની પાસે આવીને નાગકેતુને નમસ્કાર કર્યો. વળી વિજયસેન રાજાને તેણે લેહી. વમ કરી મૂક્યો હતો, તેના ઉપદ્રવને પણ તે વ્યન્તર દેવે શ્રી નાગકેતુના વચનથી દૂર કરી દીધે.
કઈક વાર ઉગ્ર પુણ્યના સ્વામી એવા એકના યોગે પણ આખા નગરનું રક્ષણ થઈ જાય અને કેઈક વાર ઉગ્ર પાપના સ્વામી એવા એકના ગે પણ આખા નગરને વિનાશ થઈ જાય. પાપથી બચાવનાર અને પુણ્યમાં ઝીલાવનાર શ્રી જિનતુતિ છે–ભાવમંગલ છે. ભાવમંગલ, એ નિર્જરા માટે પણ અનુપમ કારણ છે અને ઉચ્ચ તથા ઉગ્ર પુણ્યના બંધ માટે પણ અનુપમ કારણ છે. તે પ્રશ્નધરણેન્દ્ર કહી ગયા હતા ને કે-આ નાગકેતુ આ ભવમાં જ મુક્તિને પામવાના છે, એટલે એમને તો ડરવાનું કોઈ કારણ જ નહિ હતું ને?
વાહ, કમાલ કરી. શું શોધી કાઢ્યું છે? નબળાએ જો આવું આવું શેધી કાઢે નહિ, તો પોતે નબળા છતાં પિતાને સબળા માનીને જીવે જ શી રીતિએ? પરમ સત્ત્વશીલ મહાપુરૂષની સત્ત્વમય પ્રવૃત્તિને પણ ઝાંખી પાડી દેવાને આ કે પ્રયત્ન છે? હશે, આ પ્રશ્ન આવ્યો તે આને ગે પણ ઠીક વિચાર થઈ શકશે. અહીં શ્રી નાગકેતુના ભાવમંગલને જે એક પ્રભાવ વર્ણવા નહોતે, તે પણ વર્ણવાઈ જશે.