________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
માં દુશ્મન વગેરે પણ હોઈ શકે. અનન્તાનન્ત ભવેમાં એક જીવને અન્ય જીની સાથે અનન્તાનઃ સારા-માઠા સંબંધ થયેલા હેય. “આ બીજાને પુત્ર છે” અગર “આ મારે પુત્ર છે-એ જ્ઞાન જે વિવેકપૂર્વકનું હોય, તે આવા ઘણા ખ્યાલે આવે, જ્યારે એ જ્ઞાન જે વિવેકહીન હોય, તો પારકે કેવળ પારકે જ અને પિતાનો કેવળ પોતાનો જ લાગે. આવું લાગે તેમાં એ જીની સાથેના અન્ય સંબંધનો નિષેધ થઈ જાય છે, માટે તે જ્ઞાનને અજ્ઞાન અગર મિથ્યાજ્ઞાન કહેવાય છે. વિવેક હોય ત્યાં રાગ-દ્વેષનો સર્વથા અભાવ જ હોય એવું કહેવાય નહિ, પણ વિવેક હોય ત્યાં જે રાગ-દ્વેષ હોય તે અન્ય બનાવનાર ન હોય. “આ મારે પુત્ર અને આ પારકા પુત્ર –એવું લાગે, તે પણ “મારે આત્મા એકલે છે, હું કેઈનો નથી અને કેઈ મારું નથી; જીવ માત્ર સ્વતન્ય છે, સંબંધ કર્મજન્ય છે; સારાનરસા કર્મથી સારા-નરસે સંબંધ હોય, કમનો ફંદ ન હોય તે કશે સંબંધ ન હોય.” આ ખ્યાલ પણ વિવેકના મેગે આવ્યા વિના રહે નહિ. આ પારકે પુત્ર અને આ મારો પુત્ર”—એ જ્ઞાન સર્વથા છેટું પણ નથી અને સર્વથા સાચું પણ નથી. અપેક્ષાએ એ જ્ઞાન સમ્યફ પણ છે અને અપેક્ષાએ એ જ્ઞાન મિથ્યા પણ છે. આપણે વિચારી આવ્યા તેમ વિવેકપૂર્વકનો ખ્યાલ હોય તો એ સમ્યજ્ઞાન છે અને એ ખ્યાલ ન હોય તે અન્ય સંબંધને નિષેધ થતો હોવાથી એ જ્ઞાન મિથ્યા છે. આ ઉપરથી તમે સમજી શકશે કે-વિવેકશૂન્ય અને વિવેકને પમાડવામાં અસમર્થ એવા જ્ઞાનને, શ્રી જૈનશાસન કયા કારણે