________________
-
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ. આજે છેક ઘાસની ઝુંપડીમાં સુઈ ગયો છે, એટલે એને તે ગેળનું ગાડું મળવા જે આનંદ થયે. તેણીને લાગ્યું કે-આજે ઘણે સમયે ખરેખરી તક મળી ગઈ છે. આવી તક ફરી ફરીને મળે નહિ, માટે આજે ચૂકવા જેવું નથી.” આમ વિચારીને તરત જ તેણીએ નજદિકમાં જે અગ્નિ હતું, તેમાંના એક કણને લઈને ઝુંપડીમાં નાખે..
ઘાસની ઝુંપડીને સળગતાં વાર કેટલી? અને ઘાસની ઝુંપડી ચોમેરથી સળગે, એટલે અંદર આદમી બચે તે એ આશ્ચર્ય જ ગણાય. ઝુંપડીના સળગી જવાની સાથે પેલા વણિકપુત્રને દેડ પણ સળગી ગયે, પણ એમના ધ્યાનના પ્રભાવે એ વણિકપુત્રને જીવ, ચન્દ્રકાન્તા નામની નગરીમાં શ્રીકાન્ત નામના એક મોટા ધનિકને ત્યાં, તે શેઠની શીખી નામની ભાર્યાથી પુત્રપણે ઉત્પન્ન થયો. એ જ આ શ્રી નાગકેતુ. | શ્રી નાગકેતુને કુટુંબમાં ચાલી રહેલી શ્રી પર્યુષણર્વમાં અમનું તપ કરવાની વાત કાને પડતાં, જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને એથી તેમણે સ્તનપાન કરવાની અવસ્થામાં અમને તપ કર્યો. ધાવતું બાળક અમના તપને જીરવી શકે? આત્માનું બેલ ખરું, પણ શરીરનું બળ નહિ ને? શરીર તે અતિશય કેમલ, એટલે એ કરમાયા વગર રહે નહિ. શ્રી નાગકેતુને કરમાતા જોઈને મા-બાપે ઘણા ઉપાય કર્યો, પણ તે નિષ્ફલ ગયા. શ્રી નાગકેતુ ધાવે પણ નહિ અને મેંડું પણ ખોલે નહિ. થોડા વખતમાં શ્રી નાગકેતુ મૂચ્છધીન હાની ગયા. એમની મૂચ્છને સ્વજનોએ મૃત્યુ રૂપે કભી અને એથી તેઓ એ બાળકને ભૂમિમાં દાટી આવ્યા.