________________
પહેલો ભાગ- શ્રી જિનસ્તુતિ આડા-અવળે અથડાય, કુટાય, ટીચાય અને રખડ્યા કરે. બાહા લિંગ ભિન્ન હોય-એને વાંધો નથી, પણ “ઈશ તે શ્રી જિન જ—એવું હૃદયમાં લાગે, એટલે ભાગ્ય જાગે. પછી ક્ષપશમ–ભાવમાંથી જીવના પુરૂષાર્થના બળે ક્ષાયિકભાવ પેદા થાય અને મોક્ષ મળે. સમ્યગ્દષ્ટિની નિશ્રાઃ તે સઘળા સામર્થ્યનું મૂળ સમ્યગ્દર્શન છે. મેક્ષની વાત તે આઘી છે; પરન્તુ ઈન્દ્રપદ પણ સમ્યગ્દર્શનથી રહિતને મળી શકતું નથી.
પ્રશ્ન જે કઈ સમ્યગ્દષ્ટિ હોય, તે સર્વને એટલે સર્વ દ્રવ્યના સર્વ પર્યાને જાણે
એ સ્વતન્ત્રપણે જાણતા ન હોય તે પણ, એ તેને જ ઈશ્વર તરીકે માને છે, કે જે શ્રી વીતરાગ અને સર્વજ્ઞ હેય. એણે બીજી બધી નિશ્રાઓને છોડીને, એક માત્ર સર્વ ભગવાનની નિશ્રાને સ્વીકારી છે, એટલે એ સર્વ દ્રવ્યના સર્વ પર્યાયોને નહિ જાણતા હોવા છતાં પણ, સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયે બાબત શ્રદ્ધાળુ છે અને શ્રી સર્વજ્ઞ ભગવાને જે કાંઈ કહ્યું છે તે જ સાચું છે તથા એથી વિપરીત એવું સર્વ જુદું જ છે”—એવી એની દઢ માન્યતા છે, માટે અપેક્ષાએ તે સર્વને જાણનાર છે એમ પણ કહી શકાય. જેમ કેવિજયી રાજાનું સિન્ય વિજયી કહેવાય છે. જેનામાં એક માત્ર શ્રી જિનેન્દ્ર ભગવાન જ શરણ કરવા લાયક છે અને અન્ય કેઈ પણ શરણ કરવા લાયક નથી–એવી શ્રદ્ધા નથી,