________________
૧૦૧
-
~
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ હૈયામાં શ્રી જિનરાજ હતા, એ માટે જ
ચક્રરત્નની પૂજા પહેલી કરી નહિ અરે, આ તો શ્રી ઋષભદેવ ભગવાનને કેવલજ્ઞાન થયા પછીની, એ તારકની અમૃતવાણી કાને પડ્યા પછીની વાત છે; પણ તે પહેલાંનો ય એક પ્રસંગ જૂઓ. શ્રી કષભદેવ ધાને શ્રી આદિનાથ ભગવાન એમના હદયમન્દિરમાં કેવા વસ્યા હતા, તે આપણે જોઈએ. શ્રી રાષભદેવ ભગવાનને કેવલજ્ઞાન પ્રાપ્ત થયાના અને પિતાની આયુધશાળામાં ચકરત્ન ઉત્પન્ન થયાના–એમ બને ય સમાચાર શ્રી ભરત મહારાજાને સાથે મળે છે. - ચક રત્ન ઉત્પન્ન થાય ત્યારે તેની પૂજા કરવી, એ ચકવર્તીઓને આચાર છે. બીજી તરફ તાતને જે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેનો મહોત્સવ કરે, એ ધાર્મિક કર્તવ્ય છે. એક ક્ષણ માટે શ્રી ભરત મહારાજા વિચાર કરે છે કે
આ બેમાંથી પહેલી પૂજા કોની કરૂં?” અને તે પછી તરત જ તાતના કેવલજ્ઞાનનો ઉત્સવ ઉજવવાની તૈયારી કરવાની આજ્ઞા આપે છે.
ચક પિતાનું છે, કેવલજ્ઞાન તાતને થયું છે. ચકથી છ ખંડ સાધવાના છે, જગતભરમાં વિજયડંકે એના યોગે વાગવાને છે, લેગસૃષ્ટિનો વિસ્તાર એનાથી જ થવાનો છે, પણ હૃદયનું વલણ ક્યી તરફ છે એ જોવાનું છે. ક્ષણભર વિચાર આવી ગયો કે-“પ્રથમ શું કરવું? તાતના કેવલજ્ઞાન કલ્યાણકનો ઉત્સવ કે ચકની પૂજા પણ તરત જ થયું કે-“અરે, આ વિચાર વિશ્વના પ્રાણી માત્રને અભયના દાતા