________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા
. શ્રી નાગકેતુ આગલા ભવમાં એક વણિપુત્ર હતા. તેમની માતાનું મૃત્યુ થવાથી, તે બાલપણમાં જ માતાવિહેણા થઈ ગયા હતા. એ વણિપુત્રના પિતાએ એક પત્નીનું મૃત્યુ થતાં બીજી પત્ની કરી. મેટે ભાગે સ્ત્રીઓને બાળકને ચાહ બળને મેહ વિશેષ હોય છે, પરતુ તે પોતાનાં જ બાળકે નેઅતિ મમતાશીલ જીવને સ્વભાવ બહુલતયા એ હોય છે કે-“જે મારું નહિ તે સારું નહિ અને જે મારે તે અવશ્ય સારું.” મમત્વ અન્ય બનાવે છે, તે આનું નામ. પિતાને હેય તે કાળે પણ રૂપાળે લાગે અને પારકે હેય તે રૂપાળો પણ કદરૂપો લાગે. આંખના પણ કરતાં પણ મમત્વનું અંધપણું વધારે ખરાબ છે, કારણ કે-જે જેમ હોય, તેને તે રૂપે જોઈ શકાતું નથી. “જે મારે તે જ સારે અને જે મારે નહિ તે સારે પણ નહિ–આ જેવી–તેવી અન્યતા નથી. શ્રી નાગકેતુના જીવને, તેના પિતાએ બીજી પત્ની કરવાથી, માતા તે મળી, પણ તે અપરમાતા મળી ! માતા મળવાથી બાળકને આનંદ થાય, સુખ થાય, શાન્તિ થાય જ્યારે શ્રી નાગકેતુના જીવ વણિપુત્રને માતાના અભાવનું દુઃખ તે હતું જ અને એ સિવાય જે કાંઈ સુખશાન્તિ હતી, તે પણ અપરમાતા આવતાં હરાઈ ગઈ. અપરમાતાએ તેને ખૂબ જ પીડવા માંડ્યો. છોકરો પોતાને નથી, પણ પિતાના ધણીને તે છે ને? અપરમાતાને પણ છોકરે માતા કહીને જ સંબધે છે ને? પણ વિવેકહીન હોવાથી અતિશય મમત્વવાળું હૈયું હોય, એટલે એને પારકા ઉપર પ્રેમ થવાને બદલે ઈષ્ય જાગે દયા પણ આવે નહિ.