________________
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને
અનુપમ ભક્તિભાવને જ પ્રભાવ હતે. | શ્રી નાગકેતુ પિતાની આંખ સામે શ્રી જિનપ્રાસાદના વિવંસને જેવાને ઈચ્છતા નથી. શ્રી જિનપ્રાસાદના વિધ્વંસ પહેલાં, એ પિતાના વિધ્વંસને ઈરછે છે. એમ નહિ માનતા કે-થી નાગકેતુ આત્મહત્યા કરવાને ઈચ્છે છે. આત્મહત્યા, એ તે ઘોર પાપ છે. અજ્ઞાની, અધીર, કાયર અને કષાયમય જીવ આત્મહત્યા કરવાને ઈચ્છે છે. જ્ઞાની તે સઘળી ય આપત્તિઓને ધીરતાથી, વીરતાથી અને સમભાવથી સહવાને ઈરછે છે. શ્રી નાગકેતુ તે, પોતાના જીવનને અન્ત આવે તે પણ, શ્રી જિનપ્રાસાદનું રક્ષણ કરતાં કરતાં પોતાના જીવનને અન્ત આવે એવું ઈચ્છે છે અને એથી જ તેઓ શ્રી જિનપ્રાસાદના શિખર ઉપર ઉંચે ચઢી જાય છે.
શ્રી જિનપ્રાસાદનું શિખર કેટલું ઉંચું હોય? શ્રી જિનપ્રાસાદની ધ્વજા ગગનમાં લહેરાતી હોય અને વાદળાં સાથે કીડા કરતી હોય. નગરીમાં એનાથી ઉંચું કે મકાન ન હોય. શ્રી જિનેન્દ્ર પ્રત્યેના ભક્તિભાવથી જે પુણ્યાત્માએ શ્રી જિનમદિર બંધાવે, તેને વજાદંડ ખૂહલા આકાશને જ કીડાંગણ બનાવતે હેય ને?
શ્રી નાગકેતુ શ્રી જિનપ્રાસાદના શિખર ઉપર ચઢી જઈને શું કરે છે? પિતાના હાથને ઉંચે કરીને, દેવે વિવેલી શિલાને હાથ દે છે. એને પડતી અટકાવવાનો પ્રયત્ન કરે છે! આખી નગરીના ક્ષેત્રફળ જેટલા વિસ્તારવાળી શિલાને - આમ એક આદમી હાથ દે, એ બાલીશ પ્રયત્ન નથી? ના, એમાં બાલીશતા નથી, પણ અનુપમ જિનભક્તિનું જેમ છે.