________________
પહેલે ભાગ શ્રી જિંનસ્તુતિ અને લેહી-વિમત કરી નાખે. કેમ? એને અને બીજાઓને ખબર પડે કે-એના પાપે જ આ નગરીના વિનાશને સર્યો છે.
નગરીમાં તે હા-હાકાર વતી રહ્યો છે કે-જેવી એ શિલા આકાશમાંથી તૂટી પડી કે આપણે પણ ખલાસ અને આખી નગરી ય ખલાસ. પિતાનું મરણ અને પોતાની વસ્તુઓને વિનાશ, કોને ગમે છે? આમ જ્યારે જીવિતના અને સર્વસ્વના નાશના ભયથી આખી નગરીના લોકે થરથરી રહ્યા છે, ત્યારે આપણું શ્રી નાગકેતુ, કે જે પૂર્વભવથી ભાવમંગલ કરતા આવ્યા છે અને આ ભવમાં પણ બાલ્યકાળથી જ ભાવમંગલને આચરી રહ્યા છે, તેઓ જુદો જ વિચાર કરે છે. એમને વિચાર એ છે કે-એમને માટે પણ આપણને એમ કહેવાનું મન થઈ જાય કે-અજાણે ભાવમંગલની મૂર્તિ જ જોઈ લે!” શ્રી નાગકેતુ વિચાર કરે છે કે.... “कथं इमं संघप्रासादविध्वंसं जीवन् पश्यामि ?"
શ્રીસંઘના આ શ્રી જિનપ્રાસાદના વિધ્વંસને હું જીવતે કેમ જોઈ શકું? આ વિચાર શું સૂચવે છે? શ્રી નાગકેતુના હૈયામાં કેણ હતું અને એમને પ્યારું શું હતું? શ્રી નાગકેતુના હૃદયમાં બીજી કોઈ પણ વસ્તુને, ખૂદ એમના પિતાના જીવિતવ્યને પણ તે સ્થાન નહોતું, કે જે સ્થાન શ્રી જિનેન્દ્રને હતું અને પૌગલિક વસ્તુઓમાં એમને સૌથી વધારે પ્યારું શ્રી જિનમદિર હતુંઆ પણ શું પુષ્પપૂજાને પ્રભાવ છે? કહો કે–પુષ્પપૂજમાં રહેલે એમને સુન્દર ભાવ તેમજ પુષ્પમાં રહેલ સર્પ ડ એ નિમિત્તે કેવલજ્ઞાનનું ઉપાર્જન, એ એમના હૈયામાં વિરાજતા શ્રી જિનેન્દ્ર ભગવાન પ્રત્યેના