________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
મૂકે છે. જ્યાં પાણીની રેલમછેલ કરી શકાતી નથી, ત્યાં ઘર સળગી જાય છે અને એ સળગતા ઘરને લોકે તોડી પાડે છે, કેમ કે એની આગ પાસેનાં મકાનોને પણ સળગાવી દે છે. એથી મંગલમાં વિદનનાશની તાકાત તો છે જ, પણ મંગલની તાકાત ન પહોંચે એવાં અમંગલે પહેલાં થઈ ગયાં હોય અથવા તે મંગલમાં ક્ષતિઓ થવા પામી હોય, તો એ દેષ કાંઈ મંગલને નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સ્તુતિ રૂપ મંગલ તે મહામંગલ છે, કેમ કે-આ લોકેત્તર મંગલ છે. આ ભાવમંગલ હૃદયની ભાવનાની શુદ્ધિને કરીને સૂત્રના અને લખવાની બુદ્ધિમાં તીવ્રતા સમર્પે છે. બુદ્ધિમાં ક્ષપશમની ખામી રૂપ, શરીરમાં રેગ રૂપ તેમજ અન્ય હજારો પ્રકારનાં વિદનેને આ મંગલ હરનાર છે તથા સહસ્ત્રશઃ લાભ કરનાર છે. શ્રી જિનરાજની સ્તુતિ, એ અજોડ મંગલ છે. આ મંગલને કરનારાઓએ, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કરનારા અનન્તાઓએ, આ જ સુધીમાં, શ્રી જિનની હોલમાં ગણાય તેવા ગુણે પ્રાપ્ત કર્યા છે, જ્યારે તેમ નહિ કરનારા, તેની સન્મુખ પણ નહિ બનનારા અનન્તા આત્માઓ, દુઃખમાં અને દુર્ગતિઓમાં સબડ્યા કરે છે. શ્રી જિનેન્દ્રની સ્તુતિમાં તે ચાર ઘાતી કર્મોને ચૂરેચૂરો કરી નાખવાની અને તેમ કરીને સ્તુતિ કરનારને પૂરેપૂરો જ્ઞાની બનાવી દેવાની તાકાત પણ છે. શ્રી જિનેન્દ્રની સ્તુતિમાં,
સ્તુતિ રૂપ મંગલમાં આવી જમ્બર તાકાત છે, એટલે એનાથી વિદોના સમૂહનો વિનાશ થાય, એમાં આશ્ચર્યકારી શું છે? માત્ર સ્તુતિ કરનારને ભાવ શુદ્ધ અને તાકાતવાળે જોઈએ.