________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન નિશાની પણ રહેવા પામી નહિ; જ્યારે સર્પને દંશ તે એમને કાંઈ જ કરી શક્યો નહિ. સર્પના દંશનું નિમિત્ત મળ્યું, તે કેવલજ્ઞાન આવી મળ્યું. ભાવમંગલને આ પ્રતાપ જે-તે છે? પ્રશ્નકારે શ્રી નાગકેતુને એટલા માટે વચ્ચે ધર્યા કે-ભાવપૂજાની ચાલુ વાતને દંશ લાગે, પણ ફળ એ આવ્યું કે ભાવપૂજાની વાત વધારે પુષ્ટ થઈ. જેમ ત્યાં ડો સર્પ અને ફસ્યાં કર્મ, તેમ અહીં પણ એવું જ બન્યું કે પ્રશ્ન જ ફસી ગયે. | શ્રી નાગકેતુ, ભાવમંગલના પ્રતાપે તે, બાલ વયથી જ જિતેન્દ્રિય થવા સાથે પરમ શ્રાવક બન્યા હતા. એટલું જ નહિ, પણ એ ભાવમંગલના પ્રતાપે જ, એ ચન્દ્રકાન્તા નામની નગરી વિનાશના મુખમાંથી બચી જવા પામી હતી.વિનાશના મુખમાં આવી પડેલી એ નગરી, શ્રી નાગકેતુ હાય નહિ અને ખલાસ થઈ ગયા વિના રહે નહિ, એવી સ્થિતિ હતી.
એ નગરીને રાજા વિજયસેન નામને હતો. તે રાજાએ કેઈ એક આદમીને ચાર ઠરાવીને દેહાન્ત–દંડની સજા કરી હતી, પણ ખરી રીતિએ એ આદમી ચોર નહોતો. - એ આદમી રાજાએ હણાવવાથી મરીને વ્યન્તર થયે.
વ્યક્તર દેવને વિર્ભાગજ્ઞાન હોય છે. એ વ્યન્તરદેવે વિર્ભાગજ્ઞાનથી જાણ્યું કે ચન્દ્રકાન્તા નામની નગરીના રાજા વિજયસેને મારે માથે ચેરીનું છેટું કલંક ઓઢાડીને મને મારી નખાવ્યા હતા. આથી તે વ્યંતરને એટલો બધો ગુસ્સે ચઢયો કે-રાજા સહિત આખી ય ચન્દ્રકાન્તા નગરીને સાફ કરી નાખવાને એણે નિર્ણય કર્યો.