________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
કોઈ આરાધના નથી, જ્ઞાન વિના કેઈ સાધના નથી, જ્ઞાન વિના ધર્મ નથી, જ્ઞાન વિના ધર્મપ્રચાર નથી, જ્ઞાન વિના. કેઈનું કલ્યાણ નથી, પણ તે જ્ઞાન સમ્યક કેટિનું હોય, વિવેકપૂર્વકનું હોય, વિવેકને પમાડનાર હોય તે ! જે જ્ઞાન વિવેકનું ઘાતક હોય, તે જ્ઞાન કે અનર્થ ન નિપજાવે, એ કહી શકાય નહિ. મોક્ષમાર્ગને ખ્યાલ આપતાં, શ્રી જૈન દર્શને જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્રમાં સમ્યગ્દર્શનને પહેલું મૂક્યું છે, એટલું જ નહિ, પણ સમ્યગ્દર્શનના અભાવમાં અને મિથ્યાત્વને જોરદાર ઉદય હેય તે વખતે, જ્ઞાનને અજ્ઞાન અને ચારિત્રને કાયકષ્ટ કહ્યું છે. મિથ્યાત્વના જોરદાર ઉદયવાળાનું જ્ઞાન અને ચારિત્ર, તેને અને જગતના જીવને, જેટલું નુકશાન ન કરે તેટલું ઓછું સમજવું. બીજા કેઈજ દર્શને આવી રીતિએ જ્ઞાન અને ચારિત્ર માટે વિવેકની જરૂર દર્શાવી નથી. સમ્યગ્દર્શન, એ શું છે? સદ–અસદને વિવેક, હેય-ય–ઉપાદેયને વિવક. હેયને તજવાની, શેયને જાણવાની અને ઉપાદેયને આચરવાની બુદ્ધિ, એ સમ્યગ્દર્શન છે. આથી સમજે કે-જે જ્ઞાન વિવેકપૂર્વકનું હેય, વિવેકને પામવાને માટેનું હોય, તે જ ફાયદો કરે છે. વિવેક વિના જેટલું જ્ઞાન, જેટલી બુદ્ધિ, જેટલી હુંશીયારી વધે, તેટલું પિતાને અને જગતને નુકશાન. જ્ઞાનના પ્રચારની, જ્ઞાનના દાનની કઈ વાત કરે, એ માટે તમારી પાસે કઈ મદદ માગે અગર તે જ્યારે તમારે તમારાં સંતાનો, તમારાં આશ્રિતે આદિને માટે જ્ઞાનલાભની વ્યવસ્થા કરવાની હોય, ત્યારે આ વિચાર પહેલ કરજે.