________________
પડેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૭૯
દરેકે દરેક જ્ઞાન ફાયદા જ કરે, એવા નિયમ નથી. મોટામાં મોટુ નુકશાન પણ વિવેકશૂન્ય જ્ઞાનથી જ થાય છે. માણસાએ, અને તેમાં પણ બુદ્ધિશાલી અને વિજ્ઞાનચતુર માણસાએ તે, જગતમાં મોટામાં મોટા વિપ્લવા અને ઉલ્કા પાતા જગાવ્યા છે. આજે આપણી ચર્મચક્ષુ માટે દૃશ્યમાન ગણાતી આખી ય દુનિયાને યુદ્ધમાં સડાવીને, જગત ઉપર માટી આતાને ઉતારનાર હીટલર કોણ હતો ? માણુસ. ભણેલા કે અભણ ? કહેા કે-ભણેલા. બુદ્ધિશાલી કેવા ? ભલભલાની બુદ્ધિને ચક્કર ખવડાવી દે એવા. એની બુદ્ધિએ અને એના જ્ઞાને, જગત ઉપર કેવા વિનાશ નોંતર્યાં ? કેટકેટલાંઓનાં હૈયાંઓને થડકાવી મૂક્યાં ? કેટલા મર્યાં અને કેટલી રાંડી, કેટલા તારાજ થયા અને કેટલાએ ભટકતા થઈ ગયા, એના કાંઈ હિસાબ છે ? જગતની કેટલી સપત્તિ પાતાળમાં પહોંચી કે અગ્નિમાં હોમાઈ, એની કાંઈ ગણત્રી છે ? અણુઓએ જાપાનમાંશું કર્યું? એક અણુઓએ સે’કડા માઈલામાં કેવી ભચ’કર ખુવારી કરી નાખી ? આજે પણ એને ભય દેશ-દેશના સંચાલકોને મુંઝવી રહ્યો છે. આ અણુએમ્બને શેાધનારાઓ આછા ભણેલા અને આછા બુદ્ધિશાળી છે, એમ ધારા છે. ? માણસા, ભણેલા ને હુંશીયાર માણસા જેવા વિનાશને નેાંતરી શકે છે, તેવા વિનાશને તેા કોઇ નેાંતરી શકતું નથી. એટલે જ્ઞાન ફાયદો જ કરે છે, એવું તમારાથી નહિ કહી શકાય. અમે તા કહીએ છીએ કે–જ્ઞાન જેવી ફાયદો કરનારી કોઈ વસ્તુ જ નથી' પણ સાથે સાથે જ કહીએ છીએ કે–‘જ્ઞાન વિવેકપૂર્વકનું હાવુ જોઇએ.’ જ્ઞાન વિના