________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ સ્વરૂપને પ્રગટાવવાની તીવ્ર ભાવનાવાળા છે, આપત્તિ એમાંથી પણ સંપત્તિઓને પેદા કરનારા હેય છે.
શ્રી નાગકેતુને આત્મા તે, અમ તપના ધ્યાનમાં પૂર્વભવના દેહને તજીને નાગકેતુ તરીકે અવતર્યો હતો અને નાગકેતુના ભાવમાં પણ એ દૂધપીતા–ધાવતા બાળકે અમને તપ કર્યો હતો, કારણ કે-શ્રી પર્યુષણ પર્વ નજદિક હેવાથી ઘરમાં અદૃમ તપની વાતો ચાલતી હતી અને એ વાતો શ્રી નાગકેતુના કાને પડતાં, શ્રી નાગકેતુને અતિ બાલ્યાવસ્થામાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું હતું. આ પણ ભાવમંગલને જ પ્રભાવ છે કે બીજું કાંઈ છે? અદૃમ તપના ચિન્તનમાં મૃત્યુ થયું, એટલે મૃત્યુ સમયે ભાવમંગલ ચાલુ હતું. એના પ્રતાપે એવું ઉત્તમ કુળ મળ્યું, કે જ્યાં ધર્મની વાત ચાલતી હેય. કુટુમ્બમાં ચાલતી વાતેની અસરમાં પણ, પૂર્વભવના ભાવમંગલે કામ આપ્યું. અદૃમની વાતો થતી હતી, એ વાતો સાંભળવામાં આવી અને એનું ચિન્તન કરતાં કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે ફરી પાછું ભાવમંગલ કર્યું. કયું? એ કે અમને તપ કર્યો.
જીવનના પ્રારંભકાળમાં જેમણે આવું ભાવમંગલ કર્યું, તે શ્રી નાગકેતુનું જીવન મંગલમય બને, એમાં નવાઈ છે? જેણે એવું ભાવમંગલ કર્યું હોય, તે સર્પના ડસવાથી ડરે ખરે? જેણે એવું ભાવમંગલ કર્યું હોય, તેને સર્ષને દંશ શરીરમાં લાગે, ત્યારે એ પિતાનાં ઘાતી કર્મોને દંશ દે. શ્રી નાગકેતુએ તો પોતાનાં ઘાતી કર્મોને એ દંશ દીધે. કે-એ ખલાસ જ થઈ ગયાં; એ આત્મામાં ઘાતી કર્મોની.