________________
પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ
હ
કેવાં વચન અને કેવા વર્તનના ત્યાગ કરવાના છે, તેના ખ્યાલ આપે છે અને એવા ત્યાગ મે કર્યો એમ સૂચવે છે. પછી અંદર પેસતાં જ, શ્રી જિનરાજનું દર્શન થતાં જ, નમસ્કાર થઈ જ જાય. એવા ભાવ હાય અને એવા સંસ્કાર પણ હાય કેન્દ્ર શ્રી જિનરાજને દેખતાં જ ‘નમસ્કાર કરવા’–એમ કહેવા કરતાં, ‘નમસ્કાર થઈ જ જાય’–એમ કહેવુ તે વધારે સમુચિત છે. પછી પ્રભુ સન્મુખ ઉભા રહી, નમસ્કાર કરી, પ્રભુની સ્તુતિ ઓલવી જોઇ એ. પુરૂષાએ પ્રભુની જમણી બાજુએ ઉભા રહીને અને સ્ત્રીઓએ પ્રભુની ડાબી બાજુએ ઉભા રહીને સ્તુતિ કરવી જોઈએ. આ પછી યતનાપૂર્વક ચૈત્યકાર્ય કરીને શ્રી જિનરાજની અષ્ટપ્રકારી પૂજા કરવી જોઈ એ. આમ યથાવિધિ દ્રવ્યપૂજા કર્યા બાદ, ચૈત્યવન્દનમય ભાવપૂજા કરવી જોઇએ, એટલે કે–ભાવસ્તવન રૂપ ચૈત્યવન્તન કરવું જોઈ એ. ચૈત્યવન્દન એટલે ભાવથી જિનસ્તુતિ. દ્રવ્યપૂજનથી અનંતગુણું ફળ ભાવપૂજનનું કહ્યું છે, પણ હુઢીયાઓની જેમ દ્રવ્યપૂજનને છોડીને કેવળ ભાવપૂજન લદાયી છે એમ માનવાનું નથી. દ્રષ્યપૂજન, એ ભાવપૂજનનું કારણ છે. ભાવ, ભાવ એલવાથી ભાવ ન આવે. ભાવને લાવવાને માટે દ્રવ્ય આવશ્યક છે; પરમ આવશ્યક છે. દ્રષ્યપૂજન ભાવપૂજનને લાવનારૂં દ્રવ્ય ધન છે. ભાવપૂજા માટે દ્રવ્યપૂજા કરવાની અને ભાવપૂજા માટેની દ્રવ્યપૂજા પણ ભાવથી કરવાની.
સાધુએ દ્રવ્યપૂજા નથી કરતા તેનું કારણ :
પ્રશ્ન॰ દ્રવ્યપૂજાની આટલી મહત્તા છે, તેા સાધુએ ક્રમ દ્રવ્યપૂજા કરતા નથી?