________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને બજારમાં વેચવા જનાર હાંસિપાત્ર તે બને, પણ કદાચ કઈ એને “છેતરવા આવનાર બદમાશ સમજીને પોલીસને સ્વાધીન બી કરી દે અથવા મેથીપાક પણ આપી દે. કહેવાનું તાત્પર્ય એ છે કે-ચિન્તામણિની બુદ્ધિ ચિતામણિ માટે ન હોય તે ચિન્તામણિથી મળે ઘટે તે લાભ મળી શકે જ નહિ, એ ચક્કસ બીના; અને એ મુજબ સાધુ મંગલસ્વરૂપ હોવા છતાં પણ, તેમને મંગલબુદ્ધિથી ગ્રહણ કરવામાં આવે તે જ, તેમ ગ્રહણ કરનારને માટે સાધુ મંગલકારી બને; પરન્તુ અસાધુને મંગલબુદ્ધિએ ગ્રહણ કરવાથી તે અસાધુ કાંઈ મંગલકારી બને નહિ, કેમ કે-અસાધુ સ્વયે મંગલસ્વરૂપ નથી. જેમ રસ્તે રખડતે પથરો ચિન્તામણિ નહિ હેવાથી, તે પથરાને ચિન્તામણિની બુદ્ધિથી ગ્રહણ કરનારને લાભ થતું નથી પણ પ્રાયઃ હાનિ થાય છે, તેમ અસાધુ પિતે મંગલ રૂપ નહિ લેવાથી, અસાધુને મંગલબુદ્ધિએ ગ્રહણ કરવાથી તે મંગલકારી બની શકે જ નહિ. આ શ્રી ભગવતીજી સૂત્ર અને આની ટીકા, એ સ્વયં મંગલસ્વરૂપ જ છેપરંતુ આ ગ્રન્થને ભણવા, વાંચવા, સાંભળવા બેઠેલ શિષ્ય આ ગ્રંથને મંગલબુદ્ધિએ પ્રહણ કરે, એ ઘણું જ જરૂરનું હેવાથી, એ માટે પણ શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ શ્રી ભગવતીજી સૂત્રની રચના કરવાને પ્રારંભ કરતાં, શરૂઆતમાં જ, શ્રી જિનસ્તુતિ રૂપ મંગલની આચરણા કરી છે, એમ કહી શકાય જલ અગ્નિને શમાવે, પશુ
-આગના પ્રમાણમાં જલઈ ટકાવ થાય તો : વળી મંગલાચરણ કરવું, એ પણ શિષ્ટજનનું એક