________________
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ
૬૭ કરે? આકરાંને રમવાને આપી દે, ક્યાંક તોરણમાં ભરાવી દે અથવા એવું જ બીજું કાંઈક કરે; પણ એને વેચીને એનું ખરું મૂલ્ય ઉપજાવવાનો અને એ મૂલ્યને મેળવીને ઋદ્ધિમાન બનવાને વિચાર સરખે ય તમને આવે નહિ. એવી મહા મૂલ્યવાન વસ્તુ અનાયાસે પ્રાપ્ત થઈ જવા છતાં પણ, તમે તે ગરીબના ગરીબ જ રહો. એનું કારણ શું? એ જ કેવધુ કિંમતી છે, પણ “આ વસ્તુ કિંમતી છે–એવી બુદ્ધિએ તમે એ વસ્તુને ગ્રહણ કરી નથી. એ વસ્તુના કિંમતીપણાને ખ્યાલ નહિ હેવાથી, તમને કિંમતી વસ્તુ પણ કિંમતી લાગી નહિ; ઊલટી અકિંમતી લાગી અને એથી તમને એ લાભકારી થવાને બદલે બેજા રૂપ બની. જેમ પશુપાલ અને જયદેવની કથામાં આવે છે કે-ભરવાડને જંગલમાં રખડતાં ચિન્તામણિ મળે, તે એણે એને બીજા પથરાઓ કરતાં રૂપાળા પથરાની બુદ્ધિથી ગ્રહણ કર્યો અને પિતાની બકરીના ગળે બાંધી દીધો. બીજા કેઈ એક ભરવાડને ચિન્તામણિ મળ્યો હતો, તે એણે કાગડાને ઉડાડી મૂકવાને માટે ચિન્તામણિને ઉપયોગ કર્યો હતું. એટલે કિંમતી વસ્તુથી પણ લાભ ત્યારે જ થાય છે, કે જયારે તે વસ્તુને કિંમતી વસ્તુની બુદ્ધિથી ગ્રહણ કરવામાં આવે. આથી ડાહ્યા માણસો સલાહ તો એવી જ આપે કે-ચિન્તામણિને ચિન્તામણિની બુદ્ધિથી ગ્રહણ કરે.” આવી સલાહને સાંભળીને કેઈમૂખ આદમી રસ્તાના પથરાને ચિન્તામણિની બુદ્ધિથી ગ્રહણ કરે, તે એને ચિન્તામણિની પ્રાપ્તિથી જે લાભ થવો જોઈએ, તે લાભ થાય ખરે? રસ્તે રખડતા પથરાને હાથમાં લઈને, તેને ચિન્તામણિ તરીકે