________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ મંગલસ્વરૂ૫ વસ્તુના ગ્રહણથી મંગલને મેળવવું હોય, તે તે વસ્તુને મંગલબુદ્ધિથી જ ગ્રહણ કરવી જોઈએ. જેમ કે-સાધુ પણ મંગલ છે. “દંar મગઢ, વિદ્યામંારું, સાદુ મટ્યું,
૪ઘન ધ ગંધ૪–એમ બેલે છે ને? શ્રી અરિ. હતો પણ મંગલ, શ્રી સિદ્ધો પણ મંગલ, સાધુઓ પણ મંગલ અને શ્રી કેવલજ્ઞાની ભગવોએ પ્રરૂપેલે ધર્મ પણ મંગલ. આમ સાધુ મંગલસ્વરૂપ હોવા છતાં પણ, સાધુને જે મંગળસ્વરૂપે માને, સાધુને જે મંગલસ્વરૂપે ગ્રહણ કરે, મંગલબુદ્ધિથી સાધુની જે સેવા-સ્તવનાદિ કરે, તેને માટે જ સાધુ મંગળકારી બને ને? સાધુ સામે મળે, તે સાધુને મંગલસ્વરૂપ માનનારને એથી આનંદ થાય; એને લાગે કે-માંગલિક દર્શન થયું; એને બદલે “સારા કામે જતાં આ મુંડીઓ ક્યાં સામે મળ્યો ?”—એવું જેને લાગે, એવા મિથ્યાષ્ટિઓને સાધુના દર્શનથી શું લાભ થાય? સાધુ પોતે મંગલસ્વરૂપ હોવા છતાં પણ, એમના દર્શનને જે અપશુકન રૂપ માને, તેને માટે તે સાધુદર્શન મંગલકારી બનવાને બદલે અપમંગલકારી જ બને. સાધુદર્શનને જે મંગલકારી બનાવવું હોય, તે મંગલસ્વરૂપ સાધુને મંગલબુદ્ધિએ જ જેવા જોઈએ. એ પ્રમાણે, આ શ્રી ભગવતીજી સૂત્ર અને એની ટીકા મંગલસ્વરૂપ જ છે, પણ આના પ્રત્યે મંગલબુદ્ધિ પ્રગટાવી જોઈએ અને તે જ આ મંગલસ્વરૂપ સૂત્રાદિ દ્વારા આપણું મંગલ સધાય; એ કારણે, શિષ્યના હૈયામાં આ સૂત્રાદિ પરત્વે મંગલબુદ્ધિ ઉત્પન્ન કરવાને માટે પણ, મંગલાચરણ આવશ્યક છે.